Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો પુરુષોત્તમ માસમાં કોની પૂજા થાય છે, અધિક શ્રાવણ માસમાં કઇ વસ્તુનું દાન કરશો તો પુણ્ય મળશે?

પવિત્ર પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ છે ત્યારે જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ પર આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે, જેને આપણે પુરૂષોત્તમ માસ કહીએ છીએ એ જ ભગવાન શ્રી વિષ્ણુનું પુરૂષોત્તમ સ્વરૂપ...
જાણો પુરુષોત્તમ માસમાં કોની પૂજા થાય છે  અધિક શ્રાવણ માસમાં કઇ વસ્તુનું દાન કરશો તો પુણ્ય મળશે

પવિત્ર પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ છે ત્યારે જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ પર આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે, જેને આપણે પુરૂષોત્તમ માસ કહીએ છીએ એ જ ભગવાન શ્રી વિષ્ણુનું પુરૂષોત્તમ સ્વરૂપ અહીં બિરાજમાન છે, પુરાણોમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે એવું એકમાત્ર પૌરાણિક ભગવાન શ્રી પુરૂષોત્તમરાયજીનું સ્વરૂપ અહીં બિરાજે છે જેનું પુરાણોમાં પણ વિશેષ મહત્વ છે અને અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસમાં ભગવાન પુરૂષોત્તમરાયજીના દર્શન માત્ર થી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

Advertisement

આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે. વર્ષ 2023માં પુરુષોત્તમ માસ છે અને તે પણ શ્રાવણ માસ. આથી આ વખતે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે અને ભોલેનાથની પૂજા કરવાનું મહાત્મ્ય રહેશે. પુરુષોત્તમ માસ પૂજા-દાન વિશેષ મહત્વ છે, જેના થકી તમે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરી શકો છે.

Advertisement

પુરુષોત્તમ માસમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું જોઇએ. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઉપરાંત જો બની શકે તો પીળા વસ્ત્રોનુ દાન કરવું જોઇએ, તેનાથી જીવનમાં સકારાત્મકતા આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

જૂનાગઢની ગિરનાર તળેટીમાં સોનરખ નદી પર આવેલ પૌરાણિક દામોદર કુંડ પર શ્રી રાધા દામોદરજીનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી દામોદરજી રાધાજી સાથે અને તેના મોટા ભાઈ બલદેવજી રેવતીજી સાથે બિરાજે છે, ભારતના પ્રાચીનતમ તિર્થો પૈકીનું આ એક તિર્થસ્થાન છે જે મંદિર ભગવાન શ્રી કૃષ્ણના વંશજ રાજા વજ્રનાભે બંધાવ્યું હતું બાદમાં સ્કંદગુપ્ત દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરાયો હતો, આમ આ મંદિર પૌરાણિક છે અને તેનો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે, આ મંદિરમાં ભગવાન શ્રી રાધા દામોદરજી અને શ્રી રેવતી બલદેવજી ચત્રભુજ સ્વરૂપે એટલે કે હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે અને તામ્રવર્ણ સ્વરૂપે છે, મંદિર બે ભાગમાં વહેંચાયેલું છે જેમાં શ્રી દામોદરજી સાથે કલ્યાણરાયજી અને શ્રી બલદેવજી સાથે પુરૂષોત્તમરાયજીની પ્રતિમા આવેલી છે.

Advertisement

દામોદર કુંડ અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે એટલું જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે, આ એ જ પુરૂષોત્તમરાયજીનું સ્વરૂપ છે જેને આપણે અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસ કહીએ છીએ અને તેનું એકમાત્ર પૌરાણિક સ્વરૂપના અહીં દર્શન થાય છે. હિન્દુ પંચાગ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 10 થી 11 તિથિઓનો ક્ષય થાય છે જે ત્રણ વર્ષે એક મહિનો થઈ જાય છે જે અધિક માસ થયો, અધિક માસને કોઈ દેવી દેવતાઓએ સ્વીકાર્યો નહીં તેથી તે ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાન વિષ્ણુએ તેને અપનાવ્યો અને પોતાનું સ્વરૂપ આપ્યુ જે પુરૂષોત્તમ કહેવાયું અને તેથી જ અધિક માસ પુરૂષોત્તમ માસ કહેવાય છે, પુરૂષોત્તમ માસ દરમિયાન ભાવિકો ભગવાન પુરૂષોત્તમરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અધિક માસમાં દામોદર કુંડમાં સ્નાન કરી, ભગવાન પુરૂષોત્તમરાયજીની 108 પરીક્રમા કરીને દાન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે.

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ

આ પણ વાંચો : Shiv Hriday Stotra : શ્રાવણના બીજા સોમવારે કરો શિવહૃદય સ્તોત્રનો પાઠ, દરેક પીડામાંથી મળશે રાહત

Tags :
Advertisement

.