મોલની બહાર ધર્મ જેહાદ, ધાર્મિક પુસ્તક વાંચવા માટે યુવતીઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઇ
નવી દિલ્હી : નોએડામાં બીટેકની વિદ્યાર્થિની અને તેની કાકાની બહેનની દીકરીને ધર્માંતરણ માટે ઉશ્કેરવા મામલે એક્સપ્રેસ વે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ચાર યુવતીઓની પણ સંડોવણી સામે આવી છે. બીટેકની વિદ્યાર્થિની અને તેની પિતરાઇને ધર્માંતરણ માટે ઉશ્કેરવા મામલે એક્સપ્રેસ વે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. તેમાંચાર યુવતીઓની સંડોવણી પણ સામે આવી છે. ધરપકડ બાદ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા, જ્યાં તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.
જિતેન્દ્ર બહાદુર નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ
એસીપી શૈવ્યા ગોયલના અનુસાર જિતેન્દ્ર બહાદુર નામના વ્યક્તિએ એક્સપ્રેસ વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, વિશટાઉન સોસાયટીમાં રહે છે. તેની પુત્રી બેટેકમાં અભ્યાસ કરે છે. તે કોલેજની બસમાંથી ઉતરીને ઘરે આવતી ત્યારે ઇશુ, રુથુ સહિત ચાર યુવતીઓ અને એક યુવક તેને મળતા હતા. આ લોકો તેને બાઇબલ વાંચવા માટે બોલાવતા હતા. પોતાના ઘરે આવવા માટે વારંવાર દબાણ કરતા હતા. પાંચેયે ફરિયાદીના સાળાની પુત્રી સાથે આ જ પ્રકારની ઘટના બની છે.
બાઇબલ વાંચવા માટે પરાણે ઘરે બોલાવાતી હતી
પીડિતાને આશંકા છે કે, આ લોકો બાઇબલ વંચાવવાના બહાને ઘરે બોલાવીને લોકોનું ધર્માંતરણ કરાવવાનું રેકેટ ચલાવે છે. આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ પોલીસે વાઇ વાઇ બોન, અભિરૈન, ઋષભ નાયર, રવિ તેજા, ઇશુ અને રુથુની ધરપકડ કરી છે. ધરપકડમાં આરોપીઓના મકાન માલિકની સંડોવણી સામે આવી છે, જ્યાં તેઓ પાંચ બેસીને લોકોનું ધર્માંતરણ કરાવતા હતા અને ધાર્મિક પુસ્તક વાંચવા માટે પણ બોલાવતા હતા.
આ પ્રકારે રહસ્ય ખુલ્યું
આરોપ છે કે, આ પ્રકારથી ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરનારી કેટલીક મહિલાઓ અને યુવતીઓ આંધ્રપ્રદેશ, કેરળ, કોલકાતા અને તમિલનાડુની રહેવાસી છે.આ લોકો આસપાસની યુવતીઓ અને મહિલાઓને પોતાના ઘરે બોલાવતા અને બાઇબલ પર પ્રવચન આપતા હતા. તેમની પુત્રી પણ કંઇક આવી ઘટનાનો જ શિકાર બની હતી. જો કે તેણે ઘરે જવાનો ઇન્કાર કરી દીધો અને ત્યાર બાદ ફોન પર તે લોકોના ફોન આવવા લાગ્યા હતા.
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
ધાર્મિક પુસ્તક વાંચવા માટે ઉશ્કેરવા બાબતેપોલીસે ચાર યુવતીઓ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. યુવતીઓ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મિઝોરમની રહેવાસી છે. તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ગુલશન મોલની આસપાસથી પસાર થનારી યુવતીઓને આ લોકો વારંવાર કહીને વાંચવા માટે બોલાવતા હતા. છેલ્લા થોડા દિવસોથી ગુલશન મોલ અને વિશ ટાઉન આસપાસના એક સમુદાયના લોકો સક્રિય થયા છે. જે યુવતીઓને આ પ્રકારે અટકાવીને ભ્રમિત કરે છે. તેમના ધર્માંતરણનો પ્રયાસ કરે છે. હાલ તો પોલીસને વ્યાપક ફરિયાદો મળતા આખી ટીમ બનાવીને સમગ્ર મામલે તપાસ આદરી છે. જેમાં અનેક રાજ્યના લોકોની સંડોવણી પણ સામે આવી છે.