Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Mandir Donation: રામ મંદિર નિર્માણથી લઈને પ્રાણ પ્રતિષ્ઠામાં કોણે આપ્યું સૌથી વધુ દાન ?

Ram Mandir Donation: અયોધ્યા રામ મંદિરનો અભિષેક ધામધૂમથી સંપન્ન થયો છે. આ મહા ઉત્સવમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા હતા. અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં દેશના Richest man થી Bollywood ના Superstar Actors ઉપસ્થિત રહ્યા હતા. મંદિર વતી સૌથી વધુ દાન...
ram mandir donation  રામ મંદિર નિર્માણથી લઈને પ્રાણ પ્રતિષ્ઠામાં કોણે આપ્યું સૌથી વધુ દાન

Ram Mandir Donation: અયોધ્યા રામ મંદિરનો અભિષેક ધામધૂમથી સંપન્ન થયો છે. આ મહા ઉત્સવમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા હતા. અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં દેશના Richest man થી Bollywood ના Superstar Actors ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

  • મંદિર વતી સૌથી વધુ દાન કોણે આપ્યું?
  • વ્યક્તિગત કોણે સૌથી વધુ દાન આપ્યું?
  • કોણે 101 કિલો સોનાનું દાન ક્રયું દાન મંદિરમાં

ત્યારે આ સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોએ દિલ ખોલીને દાન કર્યું છે. કોઈએ કરોડો રૂપિયાનું, તો... કોઈએ સેંકડો કિલો સોનું દાન કર્યું છે.

મંદિર વતી સૌથી વધુ દાન કોણે આપ્યું?

અયોધ્યા રામ મંદિર માટે પટનાના મહાવીર મંદિરમાં 10 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. મહાવીર મંદિરે વર્ષ 2020, 2021, 2022, 2023 અને 2024 માં રામ મંદિર માટે 2-2 કરોડ રૂપિયા દાન કરીને 10 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. પટના મહાવીર મંદિર દ્વારા સોનાનું ધનુષ અને તીર પણ ભેટમાં આપવામાં આવ્યું છે.

Advertisement

વ્યક્તિગત કોણે સૌથી વધુ દાન આપ્યું?

Ram Mandir Donation

Ram Mandir Donation

વ્યક્તિગત દાન વિશે વાત કરીએ તો, સૌથી વધુ દાન આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

Advertisement

ઉદ્યોગપતિઓ સૌથી મોખરે અંબાણીએ કર્યું દાન

Ram Mandir

Ram Mandir

મુકેશ અંબાણીએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અને જમાઈ આનંદ પીરામલ, આકાશ અને અનંત, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે પણ અયોધ્યા પહોંચ્યા હતા.

101 કિલો સોનાનું દાન

Ram Mandir

Ram Mandir

એક અહેવાલ અનુસાર સુરતના એક વેપારીએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે. હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમાર લાઠીએ 101 કિલો સોનું દાન કર્યું છે. તેની કિંમત 68 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સોનાનો ઉપયોગ દરવાજા, ત્રિશૂળ અને ડમરુમાં કરવામાં આવ્યો છે.

11 કરોડનું તાજ દાન

Ram Mandir

Ram Mandir

સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે ભગવાન રામની મૂર્તિ માટે રૂ. 11 કરોડનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે, જેમાં કિંમતી પથ્થરો જડેલા છે અને તેનું વજન 6 કિલો છે. તેમાં 4 કિલો સોનું છે.

આ પણ વાંચો: Ram Lalla: રામ લલ્લાના દર્શન કરવા માટે કેટલો સમય મળશે? વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.