Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mayawati: માયાવતીએ કહ્યું ના INDIA, કે ના NDA! અમે ચૂંટણી એકલા જ...

Mayawati: બસપા અધ્યક્ષ માયાવતીએ આજે પોતાના જન્મદિવસે લખનઉમાં એક પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધીત કરતા સમાજવાદી પાર્ટીની સાથે સાથે બીજેપી પર પણ નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન માયાવતીએ ઈવીએમ અને INDIA બ્લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે...
12:19 PM Jan 15, 2024 IST | VIMAL PRAJAPATI
Mayawati

Mayawati: બસપા અધ્યક્ષ માયાવતીએ આજે પોતાના જન્મદિવસે લખનઉમાં એક પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધીત કરતા સમાજવાદી પાર્ટીની સાથે સાથે બીજેપી પર પણ નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન માયાવતીએ ઈવીએમ અને INDIA બ્લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે માયાવતીએ એલાન કર્યું કે, તેમની પાર્ટી બસપા આખા દેશમાં પોતાના એકલા જ લોકસભાની ચૂંટણી લડશે.

બસપા આ વખતે ગઠબંધન વગર ચૂંટણી લડશે

આ સાથે ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું કે, 'ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો અને નુકસાન વધારે થતું હોય અને વોટ પણ ઘટી જતા હોય છે. જેથી બીજી પાર્ટીઓને ફાયદો થતો હોય છે. આ માટે મોટાભાગની પાર્ટીઓ બીએસપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. અમે એકલા ચૂંટણી લડીએ છીએ કારણ કે તેનું સર્વોચ્ચ નેતૃત્વ દલિતના હાથમાં છે. ગઠબંધન કરવાથી BSPનો આખા વોટ ગઠબંધન કરનાર પાર્ટીમાં જાય છે જ્યારે તેમના વોટ ખાસ કરીને ઉચ્ચ જાતિના વોટ BSPને મળતા જ નથી'

માયાવતીનું કેન્દ્ર પર સીધુ નિશાન

માયાવતીએ કહ્યું કે, અમે ચાર વખતની સરકારમાં તમામ વર્ગો માટે કામ કર્યું છે, જેમાં લઘુમતી, ગરીબ, મુસ્લિ, ખેડૂત અને મજૂરી કરતા લોકો માટે જનકલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી હતી. વર્તમાન સરકારો નામ અને સ્વરૂપો બદલીને એ યોજનાઓને પોતાને નામે કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જાતિવાદ હોવાથી આ કામ થઈ શક્યું નથી. સરકાર રોજગાર આપવાને બદલે ફ્રીમાં રાશન આપીને તમને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે જ્યારે અમારી સરકાર વખતે અમે વર્તમાન સરકારોની જેમ અમારા પોતાના આશ્રિતો બનાવ્યા ન હતા પરંતુ તેના બદલે સરકારી અને બિન-સરકારી ક્ષેત્રોમાં રોજગારના સાધનો પૂરા પાડ્યા હતા.

આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેવા વસ્ત્રો પહેરશે શ્રી રામ? આ રહીં વિગતો…

રામ મંદિર પર શું બોલ્યા Mayawati?

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા બાબતે માયાવતીએ કહ્યું કે, મને આમંત્રણ મળ્યું છે, પરંતુ મે ત્યા જવાનો કોઈ નિર્ણય કર્યો નથી. કારણ કે, હું અત્યારે પાર્ટીના કામોમાં વ્યસ્ત છું. પરંતુ જે પણ કાર્યક્રમ થઈ રહ્યો છે તેનાથી અમનો કોઈ જ વાંધો નથી, અમે તેવું સ્વાગત કરીએ છીએ. જો હવે બાબરી મસ્જિદને લઈ કોઈ કાર્યક્રમ કરવામાં આવશે તો તેનું પણ અમે સ્વાગત કરીશું.

Tags :
2024 Lok Sabha ElectionBSP supremo MayawatiLok Sabha 2024Lok Sabha Election 2024Mayawati
Next Article