Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : યુવક પર હિચકારી હુમલો થતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા લોકો ઉમટ્યા

ગોંડલના કોલેજ ચોકમાં ધોળા દિવસે પટેલ યુવાનને માર માર્યો હતો
gondal   યુવક પર હિચકારી હુમલો થતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા લોકો ઉમટ્યા
Advertisement
  • ગોંડલના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે 17 વર્ષીય યુવક પર હુમલો
  • જાહેરમાં ત્રણ લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો
  • મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

રાજકોટના ગોંડલમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં કોલેજ ચોકમાં ધોળા દિવસે યુવકને માર માર્યો હતો. તેમાં ત્રણ શખ્સોએ યુવકને ધોકા અને પાઇપ વડે માર માર્યો છે. તેમાં યુવકની માતા વચ્ચે પડતા માતાને પણ ધક્કો માર્યો હતો. તેમજ
યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે. જેમાં સમગ્ર મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

Advertisement

મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 17 વર્ષીય દેવ સાટોડીયા પર થયેલ હિચકારા હુમલા બાબતે (ખોટી રીતે ઢોરમાર મારેલ હોવાથી) આજરોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ગોંડલ શહેર તેમજ તાલુકાના તમામ જ્ઞાાતિના નાગરિકો આવેદનપત્ર આપવા બપોરના 12.30 કલાકે તુલસી સ્કવેર(રિલાયન્સ પેટ્રોલ પંપ) પાસે ભેગા થયા હતા. જેમાં ગોંડલમાં યુવક પર નજીવી બાબતે માથાકૂટમાં જાહેરમાં મારામારી થઇ હતી. ગોંડલના ભગવતી પરામાં રહેતા સમીરભાઈ સાટોડીયાના 17 વર્ષેના દેવને માર મારતા હોય એવો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીની ફરિયાદ પરથી મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે.

Advertisement

જાણો શું હતી સમગ્ર ઘટના

ગોંડલના કોલેજ ચોકમાં ધોળા દિવસે પટેલ યુવાનને માર માર્યો હતો. જેમાં કોલેજ ચોકના ગ્રાઉન્ડમાં હનુમાન મંદિર સામે જાહેરમાં યુવાનને માર માર્યો હતો. તેમાં 17 વર્ષના દેવ સમીરભાઈ સાટોડિયા નામના યુવક પર ધોકા પાઇપ વડે દર્શન, મયુર સોલંકી અને એક અજાણ્યા ઇસમે હુમલો કર્યો હતો. ત્યારે દેવ સાટોડિયાના માતા વચ્ચે પડતા તેમને પણ ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો. જેમાં દેવને ઇજા થતાં ડો. વાડોદરિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તથા દેવને હાથ અને પગમાં ધોકા મારેલા નિશાન જોવા મળ્યા છે. તથા સમગ્ર બનાવને લઈને ગોંડલ B ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયો છે તથા મારામારીની ઘટનામાં હાથમાં ધોકા લઈને ઉભા હોઈ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Sunita Williams એ અવકાશમાં 9 મહિના કેવી રીતે વિતાવ્યા, જાણો સ્પેસ સ્ટેશનના અંદરની ખાસ વાતો

Tags :
Advertisement

Trending News

.

×