Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર નબીરાઓ બેફામ, બાઈક પર સ્ટંટ કરતા કરતા ફોડ્યા ફટાકડા

Rajkot: ગુજરાતમાં અત્યારે નબીરાઓ બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ (Rajkot)માં આવેલા 150 ફૂટ રીંગ રોડ (150 feet ring road)માં પર નબીરાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે
rajkot  150 ફૂટ રીંગ રોડ પર નબીરાઓ બેફામ  બાઈક પર સ્ટંટ કરતા કરતા ફોડ્યા ફટાકડા
  1. પોતાની સાથે અન્ય લોકોના જીવ નાખ્યા જોખમમાં
  2. ચાલુ બાઈક પર ફટાકડા ફોડતા હોય તેવો વીડિયો વાયરલ
  3. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટી

Rajkot: ગુજરાતમાં અત્યારે નબીરાઓ બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ (Rajkot)માં આવેલા 150 ફૂટ રીંગ રોડ (150 feet ring road)માં પર નબીરાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.અહીં નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતા કરતા ફટાકટા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે.અહીં આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરીને સામાન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યાં હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, યાત્રાળુ ભરેલી બોલેરો પલટી

બાઈક પર સ્ટંટ કરી ફટાકડા ફોડવાનો ખતરનાક કારનામો કર્યા

આ નબીરાઓએ પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા હતાં. નોંધનીય છે કે, રાજકોટ (Rajkot)ના 150 ફૂટ રીંગ રોડ (150 feet ring road) પર નબીરાઓના બેફામ સ્ટંટના કારણે ચિંતાની લાગણી ઉભી થઈ છે. આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતી વખતે ફટાકડા ફોડવાનો ખતરનાક કારનામો કર્યા હતા. બાઈક પર ચાલતાં ચાલતાં ફટાકડા ફોડતા એક વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રકારના સ્ટંટના કારણે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકાય છે, કારણ કે આવા અભીનયોથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે.

Advertisement

આ પણ વાંચો: Amreli જિલ્લામાં માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો, 16 દિવસમાં આ ત્રીજી ઘટના

આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ

જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને અત્યારે લોકોએ ઘટનાને ખુબ જ વખોડી કાઢી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી મળી રહી છે.આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની સ્ટંટ સ્પીડિંગ અને ખતરનાક હરકતોનાં પ્રતીક બને છે, આ મામલે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.

Advertisement

આ પણ વાંચો: Gujarat: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક, ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ

Tags :
Advertisement

.