Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!
- ગોંડલનાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનાં કેસમાં મોટો ખુલાસો (Rajkot)
- કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો
- મોતનું કારણ અકસ્માતનાં કારણે થયેલી ઇજા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ
- મૃતદેહ પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાનાં નિશાન ન મળ્યા હોવાનો ઉલ્લેખ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલી કુવાડવા રોડ પોલીસને (Kuwadwa Road Police) ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઇજા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal : પોલીસનો મોટો ખુલાસો! પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV ફૂટેજ કર્યા જાહેર
કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં થોડા દિવસ પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનો ( Rajkumar Jat Case) મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે, જેમાં યુવકના મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઇજા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું કે, રાજકુમાર જાટના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા
પિતાએ પુત્રની હત્યા થઈ હોવાનો ફરિયાદમાં કર્યો આક્ષેપ
જણાવી દઈએ કે, મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ (Ratanlal Jat) દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસને (Gondal City B Division Police) આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) અને તેમનાં પુત્ર ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે આક્ષેપ થતાં પોલીસે તેમના ઘરનાં CCTV ફૂટેજ મેળવ્યા હતા અને રજૂ કર્યા હતા, જેમાં મૃતક યુવકને માર મારવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જો કે, પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો. CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો - Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો કોની તરફ ઉઠ્યા સવાલ