ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot: ‘મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા’ મહાકુંભ યાત્રા વિવાદ અંગે નયનાબેન પેઢડિયાનો આરોપ

Rajkot: મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે, મને સતત TRP ગેમઝોન બાદ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
11:17 AM Feb 14, 2025 IST | VIMAL PRAJAPATI
Rajkot
  1. ભાજપના જ એકજૂથે મેયરની કારના ફોટો વાયરલ કર્યાનો દાવો
  2. મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું હાઈકમાન્ડને રજૂઆત કરીશ
  3. સરકારી ગાડીનું જે બિલ આવ્યું છે તે ભરી દીધું છેઃ પેઢડિયા

Rajkot: રાજકોટના મેયર કુંભયાત્રામાં જાય છે અને તેને લઈને એક મોટો વિવાદ શરૂ થયા છે. મૂળ વાત એ છે કે, રાજકોટના મેયર કુંભયાત્રા માટે સરકારી ગાડી લઈને ગયાં હતા તે મામલે સમગ્ર વિવાદ શરૂ થયો હતો. જો કે, અત્યારે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવું પણ રહ્યું છે કે, મહાકુંભમાં મારી પાછળ કોઈએ લોકો મોકલ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ભાજપના જ એક જૂથે મેયરની ગાડીની કારનો ફોટો વાયરલ કર્યો હોવાનો તેમણે દાવો કર્યો છે.

આ પણ વાંચો: Dahod : જૈન સાધ્વીને અડફેટે લેનાર ચાલકને શોધવા 130 પોલીસકર્મીઓની ઝીણવટભરી તપાસ

કુંભયાત્રા અંગે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસઃ પેઢડિયા

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે, મને સતત TRP ગેમઝોન બાદ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારી ગાડીનો ભાવ રૂપિયા 2 નહોય છતાં કોઈએ ભાવની ખોટી માહિતી આપી છે. જે બિલ આપ્યું છે તે મેં ભરી દીધું છે.’ નયનાબેને કર્યું કે, હું ગાડી લઈને ગઈ તેનું ભાડું મે જમા કરાવી દીધું છે. વધુમાં કહ્યું કે, હું મહિલા મેયર છું છતાં એક સ્ત્રીની ગરીમા જાળવણી કરવામાં આવી નથી. આ મામલે મારે કોઈનું નામ આપવું નથી પણ આવું ન કરવું જોઈએ’.

આ પણ વાંચો: Savarkundla નગરપાલિકામાં 1 વોર્ડની પેટા ચૂંટણીમાં જેનીબેન ઠુમ્મરે બીજેપીને સંભળાવી ખરી-ખોટી

મહિલા મેયર સાથે આવું વર્તન યોગ્ય નથીઃ નયના પેઢડિયા

વધુમાં તેમણે કહ્યું કે, ‘હું સમગ્ર મામલે હાઈ કમાન્ડને રજૂઆત કરવાની છે. જ્યારે હું મહાકુંભમાં હતી ત્યારે મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતાં. આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે અને એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું તે યોગ્ય નથી.’ એટલું જ નહીં પરંતુ તેમણે એ પણ કહ્યું કે, ગાડી ઉપર કપડા સુકાવ્યા નહોતા માત્ર ચુંદડી સુકાવી હતી. મને અત્યારે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહિલા મેયર સાથે આ ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
bjp newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMahakumbh Yatra controversyMayor controversyNayanaben PedhadiyaRAJKOT MAYORRajkot Mayor controversyRajkot Mayor controversy NewsRajkot Mayor Nayanaben PedhadiyaRajkot Mayor Nayanaben Pedhadiya controversy
Next Article