Rajkot: BRTSમાં સ્ટીયરિંગ પર માવો ઘસતા ડ્રાઇવરને કરવામાં આવ્યો સસ્પેન્ડ!
- BRTS બસ રૂટમાં ચાલતી બસનો વીડિયો થયો હતો વાયરલ
- નવો આદેશ ન થાય ત્યાં સુધી ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરી સસ્પેન્ડ
- વીડિયો વાયરલ થતા મુસાફરોએ કાર્યવાહીની કરી હતી માંગ
Rajkot: રાજકોટમાં BRTS બસના એક ડ્રાઈવરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ચાલુ બસમાં માવો ઘસતો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને તરત જ તેના પર ચર્ચા થવા લાગી હતી. લોકોએ સોશિલય મીડિયામાં આ ઘટનાને વખોડી હતી. વાયરલ વીડિયોમાં બસના ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરી બસ ચલાવતાં સમયે સ્ટિયરિંગ પર મસાલો ઘસતા નજરે પડતા છે, જે મુસાફરો માટે ખૂબ જોખમી પરિસ્થિતિ હતી.
View this post on Instagram
આ પણ વાંચો: Viral Video: ચૈતર વસાવાના બુટલેગર સાથે ઠુમકા! વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
BRTS બસના ડ્રાઈવરની આચરણથી મુસાફરોના જીવ જોખમમાં
નોંધનીય છે કે, વીડિયો સામે આવતાં મુસાફરોએ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરિણામે વીડિયો વાયરલ થયા પછી જિલ્લા પરિવહન વિભાગે તરત જ કાર્યવાહી કરી અને ઈન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. નવા આદેશ સુધી તેને કસ્ટમર સેવાઓમાંથી દૂર રાખવામાં આવ્યો છે. BRTS બસની સેવાઓમાં આવા કિસ્સા પરિપ્રેક્ષ્યમાં, જેવું આ જોઈને મુસાફરોમાં થોડી દ્રષ્ટિથી અસંતોષ પણ સર્જાયો છે.
આ પણ વાંચો: Gujarat : સુરતમાં સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ, HVAC સિસ્ટમ લગાવાઇ
ચાલુ બસે સ્ટીયરિંગ પર માવો ઘસતા ડ્રાઈવર સસ્પેન્ડ
બસ ચાલાવતી વખતે ડ્રાઈવર સ્ટેરિંગ પર મસાલો ઘસતો હતો તેનો વીડિયો મુસાફરે વાયરલ કર્યો હતો. આવું વર્તન મુસાફરોના જીવ માટે ખતરારૂર છે, આને આ પહેલા આવી ઘટનાઓ બનેલી છે, તેમ છતાં પણ આ લોકોને કાયદાનું ભાન થતું નથી. અકસર આવા પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવ્યાં છે, મુસાફરોની સુરક્ષા એ પહેલું મહત્વ છે. આ પદ્ધતિને વધુ મજબૂત બનાવવી માટે રાજકીય અને નાગરિક પ્રશાસનને એકરૂપ થવું આવશ્યક છે.