Rajkot : સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ! હવે આ જાણીતા નેતા સામે થયાં ગંભીર આરોપ
- અમરેલી લેટરકાંડ બાદ વધુ એક BJP નેતા પર ગંભીર આક્ષેપો સાથે લેટર વાઇરલ (Rajkot)
- રાજકોટ જિલ્લાનાં પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાઇરલ
- ભ્રષ્ટાચાર, અંગત સ્વાર્થ માટે જવાબદારીનો દુરુપયોગ કરતા હોવાનો આરોપ
- લોધીકા ખરીદ-વેચાણ સંઘનાં ચેરમેન પદ પર બેસવા વહીવટ કર્યાનો આક્ષેપ
અમરેલી લેટરકાંડ (Amreli Letterkand) બાદ વધુ એક ભાજપનાં નેતાનો લેટર વાઇરલ થયો છે. રાજકોટ જિલ્લાનાં (Rajkot) પ્રભારી સામે ગંભીર આક્ષેપ કરતો લેટર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : પાલનપુરમાં કોર્ટ આદેશની 'ઐસી કી તૈસી' કરી અમદાવાદ પહોંચ્યા Asaram Bapu!
રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનો લેટર બોમ્બ!
રાજકોટ જિ.પ્રભારી સામે આક્ષેપ કરતો લેટર
ધવલ દવે સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો લેટર વાયરલ
જવાબદારીનો દુરુપયોગ કરતા હોવાનો આરોપ #Gujarat #Amreli #Rajkot #LetterKand #BJP #DhavalDave #GujaratFirst pic.twitter.com/Kagi5wqRBh— Gujarat First (@GujaratFirst) January 28, 2025
ધવલ દવે સામે ગંભીર આક્ષેપો સાથેનો લેટર વાઇરલ
અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને (MLA Kaushik Vekaria) બદનામ કરવા લખાયેલો લેટર વાઇરલ થતાં જબરદસ્ત વિવાદ સર્જાયો હતો. જ્યારે હવે વધુ એક ભાજપનાં (BJP) નેતા પર ગંભીર આક્ષેપો કરતો એક લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાઇરલ આ લેટરમાં રાજકોટ જિલ્લાનાં (Rajkot) પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેરઉપયોગ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ સાથે, લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો - Amreli : ભાવનગર-સોમનાથ NH પર ગમખ્વાર અકસ્માત, કોસ્ટગાર્ડ જવાનનું મોત
લેટરમાં મહિલાઓ સાથે શોભે નહીં તેવા સંબંધો કેળવવાનાં ગંભીર આક્ષેપ
આ વાઇરલ લેટરમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholaria) પણ સહકાર આપતા હોવાનો આરોપ થયા છે. ઉપરાંત, ધવલ દવે મહિલા મોરચાનાં મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાનાં ગંભીર આક્ષેપ થયા છે. ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. 'મેં રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકરણ પતાવી દીધું છે' તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જો કે, હવે આ અંગે ધવલ દવે શું પ્રતિક્રિયા આપશે તેના પર સૌની નજર છે. નોંધનીય છે કે, ભાજપ (BJP) નેતા પર આક્ષેપ કરતો વધુ એક લેટર વાઇરલ થતાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
આ પણ વાંચો - Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું