Rajkumar Jat Case : અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી, થોડા સમય બાદ ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને બાઇક પણ આવી!
- રાજકોટનાં ગોંડલમાં રાજકુમાર જાટનાં મોત મામલે મોટો દાવો (Rajkumar Jat Case)
- ગુજરાતનાં જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે કર્યો મોટો દાવો
- રાજકુમાર જાટના પોર્સ્ટમોર્ટમ રિપોર્ટને લઈને દિવ્ય ભાસ્કરનો દાવો
- રાજકુમાર જાટને નાની-મોટી 48 ઈજાઓનાં અહેવાલ
- ઓવરબ્રિજ પરથી અમુક સામાન નીચે ફેંક્યો : દિવ્ય ભાસ્કર
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોત મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે, હવે ગુજરાતનાં પ્રતિષ્ઠિત અખબાર દિવ્ય ભાસ્કરમાં (Divya Bhaskar Report) આ કેસને લઈ ચોંકાવનારા અને મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. મૃતક રાજકુમાર જાટનાં પોર્સ્ટમોર્ટમ રિપોર્ટને લઈને દિવ્ય ભાસ્કરે ચોંકાવનારો દાવો કર્યો છે કે રાજકુમાર જાટને નાની-મોટી 48 ઈજાઓનાં અહેવાલ છે.
રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટો દાવો
ગુજરાતના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે કર્યો મોટો દાવો
રાજકુમાર જાટના પોર્સ્ટમોર્ટમ રિપોર્ટને લઈને દિવ્ય ભાસ્કરનો દાવો
રાજકુમાર જાટને નાની-મોટી 48 ઈજાઓના અહેવાલ@Divya_Bhaskar @SP_RajkotRural @GujaratPolice #Gujarat #Rajkot… pic.twitter.com/afJQgHPpx8— Gujarat First (@GujaratFirst) March 12, 2025
જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે તેની રિપોર્ટમાં કર્યા મોટા દાવા
ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટની મોત (Rajkumar Jat Case) પાછળનું રહસ્ય સતત ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ કેસની તપાસમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. દરમિયાન, ગુજરાતનાં પ્રતિષ્ઠિત અખબાર દિવ્ય ભાસ્કરે પણ તેનાં રિપોર્ટમાં જાતે હકીકત જાણવાનો પ્રયાસ કર્યાનું કહી ચોંકાવનારી વિગતો રજૂ કરી છે. સાથે જ આ કેસની તપાસને લઈ અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. રાજકુમાર જાટની પીએમ રિપોર્ટને લઈ દિવ્ય ભાસ્કરે દાવો કરી જણાવ્યું કે, રાજકુમાર જાટને નાની-મોટી 48 જેટલી ઈજાઓનાં અહેવાલ છે. મૃત્યુ સમયે યુવકના પગમાં ફ્રેક્ચર અને સાથળનું હાડકું બહાર નીકળ્યા હોવાનાં અહેવાલ છે. સાથે જ કમર, પગ અને માથાનાં ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.
Rajkot : એટલો રહસ્યમયી કેસ છે કે મગજ ચકરાઈ જશે ! | Gujarat First
-રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટો દાવો
-રાજકુમાર જાટને નાની-મોટી 48 ઈજાઓના અહેવાલ
-પગમાં ફ્રેક્ચર અને સાથળનું હાડકું બહાર નીકળ્યાનો અહેવાલ
-રાજકુમાર જાટના મોત પર ઘેરાતું રહસ્ય@GujaratPolice… pic.twitter.com/GFx4o0rsjd— Gujarat First (@GujaratFirst) March 12, 2025
ફોર્ચ્યુનર, સ્કોર્પિયો કાર અને બાઇક પર આવેલા લોકો શંકા ઉપજાવે છે!
દિવ્ય ભાસ્કરે તેની રિપોર્ટમાં (Divya Bhaskar Report) એવું પણ જણાવ્યું કે, પોલીસ સૂત્રો મુજબ જ્યારે યુવકનાં અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે અમુક જ મિનિટો બાદ એક કાળા રંગની ફોર્ચ્યુનર કાર, સ્કોર્પિયો કાર અને બાઇક પણ ત્યાં આવી હતી અને તેમાંથી કેટલાક લોકો યુવકની મદદનાં નામે એમ્બ્યુલન્સ પાસે આવી પહોંચ્યા હતા. આ લોકો પૈકી એક શખ્સ પાસે અમુક સામાન હોય છે જે ઓવરબ્રિજથી હળવેથી નીચે ફેંકે છે અને પછી ત્યાંથી રવાના થઈ જાય છે. ત્યાર બાદ એમ્બ્યુલન્સ યુવકને લઈ ત્યાંથી જતી રહે છે. જો કે, ફોર્ચ્યુનર કાર, સ્કોર્પિયો કાર અને બાઇક પર આવેલા લોકોની ગતિવિધિ શંકા ઉપજે છે. દિવ્ય ભાસ્કરે તેની રિપોર્ટમાં સવાલ કર્યો કે, એમ્બ્યુલન્સ આવ્યાની ત્રીજી જ મિનિટે પહોંચેલા લોકો કોણ હતા ? આ લોકોને કેવી રીતે ખબર પડી કે પુલ પર અકસ્માત થયો છે ? આ દિશામાં જો પોલીસ તપાસ થાય તો ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!
Gondal Rajkumar Case: ગોંડલ યુવકના મૃત્યુ પર Rajasthan ના વકીલ Jayant moond એ ખોલ્યા મોટા રાઝ @SP_RajkotRural @GujaratPolice @jayantmoond #Gujarat #Rajkot #Gondal #RajkumarJat #BigBreaking #Exclusive #Rajasthan #JayantMoond #GujaratFirst pic.twitter.com/mP9eeDC2ox
— Gujarat First (@GujaratFirst) March 12, 2025
ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પુત્ર સામે ગંભીર આરોપ!
જણાવી દઈએ કે, મૃતક 24 વર્ષીય રાજકુમાર જાટનાં પરિવારે આ મામલે CBI તપાસની માગ કરવામાં આવી છે. રાજસ્થાનમાં (Rajasthan) પણ આ કેસને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ગંગારામ SDM કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને મૃતકનાં પરિવારજનો અને સામાજીક અગ્રણીઓએ SDM ને આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ અને ન્યાય મળે એવી માગ કરી છે. પીડિત પરિવારે યુવકની હત્યા થઈ હોવાનો ગંભીર આરોપ કર્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) અને તેમનાં પુત્ર ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે ગંભીર આક્ષેપ થયા છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા
ભરૂડી ટોલ નાકા નીકળ્યા બાદ યુવકે પહેરેલા કપડા કાઢી નાખ્યા હતા!
જણાવી જઈએ કે આ કેસમાં અગાઉ એવી પણ વિગત સામે આવી હતી કે, ભરૂડી ટોલ નાકા નીકળ્યા બાદ યુવકે પહેરેલા કપડાં કાઢી નાખ્યા હતા. ત્યાંથી નગ્ન હાલતમાં રાજકોટ (Rajkot) સુધી ચાલીને આવ્યો હતો. કોઠારિયા સોલ્વન્ટ ચોકડી આજીડેમ પોલીસની PCR વાને યુવકને નગ્ન હાલતમાં જોયો હતો. આસપાસનાં લોકોએ યુવકને નગ્ન હાલતમાં જોઈ કપડાં પહેરાવ્યાં હતા. આજીડેમ પોલીસની PCR વાનચાલક એ પણ PCR માં નોંધ પાડી હોવાની વિગત સામે આવી છે.
આ પણ વાંચો - Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો કોની તરફ ઉઠ્યા સવાલ