Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : વધુ એક પરપ્રાંતીય યુવકની લાશ મળતા ચકચાર, અઠવાડિયામાં હત્યાની બીજી ઘટના

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં કમઢિયા ગામે સીમ વિસ્તારમાં ગત મોડી રાતે પરપ્રાંતીય યુવકની હત્યાનો બનાવ બન્યો હતો.
gondal   વધુ એક પરપ્રાંતીય યુવકની લાશ મળતા ચકચાર  અઠવાડિયામાં હત્યાની બીજી ઘટના
Advertisement
  1. ગોંડલ તાલુકામાં વધુ એક યુવકની લાશ મળતા ચકચાર (Gondal)
  2. કમઢિયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી
  3. ગત મોડી રાતે યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા તપાસનો ધમધમાટ

રૂપાવટી નજીક શાપરનાં યુવાનની હત્યાની ઘટનાની સાહી હજું સુકાઇ નથી ત્યાં કમઢીયામાં યુવાનની હત્યાનો બનાવ બનતા ફરી એકવાર ચકચાર મચી જવા પામી છે. રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) કમઢિયા ગામે સીમ વિસ્તારમાં ગત મોડી રાતે પરપ્રાંતીય યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Advertisement

Advertisement

મૃતક યુવક મૂળ MP નો રહેવાસી, ખેતમજૂરી કરતો હતો

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાનાં (Gondal) કમઢિયાથી દેરડી (કુંભાજી) ગામ તરફ જતા માર્ગે ખેડૂત ખીમાભાઈ જાસોલિયાનાં ખેતરમાં મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનાં જોબટનાં અને હાલ ખેતમજૂરી કરતા બંસી બાઉ અજનારની (ઉ.30) કોઇ અજાણ્યા શખ્સોએ માથા પર બેરહેમીપૂર્વક પત્થરોના ઘા મારી હત્યા કરી હતી. હત્યા બાદ તેની લાશને ખેતરમાં ખોદેલા મકાનનાં પાયામાં ફેંકી દીધી હતી. રોડનાં કાંઠે આવેલા ખેતરમાં કાંકરીનાં ઢગલાં પાસેથી ગોદડું, લોહીનાં ડાઘ વાળા પત્થરો અને બાઇક મળી આવતા પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : વિચિત્ર ઘટના! ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ફાંસો ખાધેલી હાલતમાં મળી!

મૃતકનાં  પરિવારમાં બે દીકરા અને બે દીકરી છે

તપાસ અનુસાર, મૃતક યુવક બંસી બાઉ અજનારે હજુ પાંચ દિવસ પહેલા જમીન વાવેતર માટે રાખેલ હોવાની વિગતો બહાર આવી છે. મૃતક પરિણીત હતો. સંતાનમાં બે દીકરા અને બે દીકરી હોવાનું તથા પરિવાર સાથે વાડીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બાજુંની યોગેશભાઈ શિયાણીની વાડીમાં પણ બંશીએ ભાગીયું વાવવા રાખ્યું હોય ક્યારેક યોગેશભાઈની વાડીમાં તો ક્યારેક ખીમાભાઇની વાડીમાં પરિવાર સાથે રાતવાસો કરતો હતો. ગતરાતે ખીમાભાઇની વાડીમાં એકલાએ રાતવાસો કર્યો હતો. બનાવનાં પગલે કમઢિયાનાં ઉપસરપંચ સહિત લોકો દોડી આવ્યા હતા અને સુલતાનપુર પોલીસને જાણ કરી હતી. સુલતાનપુર પોલીસ, LCB, SOG, રાજકોટની ડોગ સ્ક્વોડની ટીમ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : HC માં સરકારી વકીલે કહ્યું- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે શહેરો સુરક્ષિત હોવા જોઈએ..!

Tags :
Advertisement

.

×