Rajkot : ડોક્ટર સસરાએ વિધવા પુત્રવધૂના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવ્યો, કહ્યું શરીરમાં તારો પતિ આવે છે!
- દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા
- પુત્રવધૂએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોકી ઉઠી છે
- અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
Rajkot : રાજકોટમાં દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધૂ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા છે. જેમાં પુત્રવધૂએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોકી ઉઠી છે. તેમાં સાસુએ કહ્યું એના શરીરમાં તારો પતિ આવે છે ! અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં હવસખોર તબીબ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.
છેડતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેડતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધાર્મિક પ્રવાસ અને રાજકોટમાં તેના ઘરે પણ સસરા શારીરીક અડપલા કરતા હતા. સસરા ડૉક્ટર હોય વિધવા પુત્રવધૂને ધમકી આપતા હતા કે અમારી પહોંચ ઉપર સુધી છે કાંઈજ થશે નહીં. ભોગ બનનાર મહિલાએ તેના માતાપિતાને વાત કરતા અંતે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
હું અને મારો દીકરો બંને એકલા રહીએ છીએ
શહેરમાં 38 વર્ષીય વિધવા દ્વારા પોતાના સસરા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે IPC ની કલમ 354, 506(2) અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસને આપેલી ફરિયાદમાં વિધવાએ જણાવ્યું છે કે, મારા સસરા દ્વારા મારી સાથે શારીરિક અડપલા કરી મારી જાતીય સતામણી કરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં 38 વર્ષીય વિધવા દ્વારા જાણવામાં આવ્યું છે કે, મારા પતિને લીવર ફેલ્યોરના કારણે ઇન્ફેક્શન થતા 21 ઓગસ્ટ 2023 ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદથી હું અને મારો દીકરો બંને એકલા રહીએ છીએ.
ગાલ ઉપર, પેટ ઉપર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવવા લાગ્યા
વધુમાં તેણે કહ્યું કે મારા સસરા હાલ કોઠારીયા મેઈન રોડ પર મેડિકલ સ્ટોરની દેખરેખ રાખે છે. જ્યારે કે, મારા સાસુ પણ તબીબ હોવાના કારણે પોતે પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે. તેમજ મારા જેઠ પણ ફિઝિયોથેરાપિસ્ટ છે. 19 મે 2024 ના રોજ હું તેમ જ મારો દીકરો અને મારા સાસુ સસરા ચિત્રકૂટ ખાતે ફરવા ગયા હતા. તે સમયે અમે એક જ રૂમ રાખ્યો હતો. રાત્રિના સમયે અમારી જાણ બહાર મારા સસરા મારી સાસુની જગ્યાએ અમારી બાજુમાં સૂઈ ગયા હતા. જે દરમિયાન રાત્રિના સમયે મારા સસરા મારા ગાલ ઉપર, પેટ ઉપર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવવા લાગતા હું ડરી ગઈ હતી. જેના કારણે મેં મારા સસરાને કહ્યું હતું કે પપ્પા તમે આ શું કરો છો? તેમ કહી હું મારી સાસુને જગાડવા જતી હતી તે દરમિયાન મારા સસરાએ કહ્યું હતું કે તું તેણીને જગાડીશ નહીં બાકી જોવા જેવી થશે તેમ કહેતા હું ડરી ગઈ હતી. સમગ્ર મામલે પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: BJP : ભાજપના નેતા 61 વર્ષની ઉંમરે લગ્ન કરશે, દુલ્હન પણ છે પાર્ટી કાર્યકર