સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ
- મહિલાઓની ગોપનીયતા ભંગ થવાનાં વીડિયો મુદ્દે ઘટસ્ફોટ (Rajkot)
- ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો
- રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનાં વીડિયો હોવાનો ખુલાસો
- સાઇબર ક્રાઇમની ટીમ પાયલ મેટરનિટી હોસ્પિટલ તપાસ અર્થે પહોંચી
ગુજરાતની હોસ્પિટલમાં (Gujarat Hospital Scam) સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થવા અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઘટસ્ફોટ બાદ સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક મહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાઇરલ આ CCTV ફૂટેજ રાજકોટનાં (Rajkot) 150 રીંગરોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલનાં (Payal Maternity Hospital) હોવાનું સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ટીમ પણ હકીકત જાણવા માટે પાયલ મેટરનિટી હોસ્પિટલ પહોંચી છે.
આ પણ વાંચો - Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!
મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ
હોસ્પિટલમાંથી નીકાળવામાં આવ્યા CCTV
વીડિયો જયાંથી વાયરલ થયો, ત્યાં પહોંચી Gujarat Firstની ટીમ@CyberGujarat @GujaratPolice @SP_RajkotRural #Gujarat #BigBreaking #Exclusive #AmitAkbari #PrivateVideos #ViralNews #Privacy… pic.twitter.com/yKBDro2P78— Gujarat First (@GujaratFirst) February 17, 2025
યુટ્યૂબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રૂપમાં CCTV ફૂટેજનાં વીડિયો વાઇરલ થયા!
પ્રાથમિક તપાસ અનુસાર, હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં 7 જેટલા વીડિયો યુટ્યૂબની (Youtube) એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ (Telegram) પર લિન્ક બની હતી. ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90 થી વધારે લોકો જોડાયેલા છે. જો કે, ગ્રૂપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો નથી. પરંતુ, યુટ્યૂબ ચેનલમાં પોસ્ટ વીડિયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દ.ભારતનાં પણ કેટલાક વીડિયો ટેલિગ્રામ ગ્રૂપમાં જોવા મળ્યા છે. આ વીડિયોઝનાં સ્નેપ શોટ મુકાયા છે અને ત્યાર બાદ પૈસાની માંગ કરવામાં આવે છે.
મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ
વીડિયો જયાંથી વાયરલ થયો, ત્યાં પહોંચી Gujarat Firstની ટીમ
અમારા CCTV હેક થયા છે: હોસ્પિટલના એડમિન@CyberGujarat @GujaratPolice @SP_RajkotRural#Gujarat #BigBreaking #Exclusive #CyberCrime #PrivateVideos #ViralNews #Privacy… pic.twitter.com/jAYRY0QJUz— Gujarat First (@GujaratFirst) February 17, 2025
આ પણ વાંચો - Jamnagar : MLA રિવાબા જાડેજાએ 'સેવા રથ' શરૂ કર્યો, અરજદારોને મળશે નિઃશુલ્ક લાભ!
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV ફૂટેજ હોવાનું ખુલ્યું!
તપાસ અનુસાર, સોશિયલ મીડિયા પર વાઇરલ આ CCTV ફૂટેજનાં વીડિયો રાજકોટનાં (Rajkot) 150 રીંગરોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલનાં હોવાનું સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમની ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. દરમિયાન, હોસ્પિટલનાં એડમીને આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે, વાઇરલ થયેલાં વીડિયો અમારી જ હોસ્પિટલનાં છે. હોસ્પિટલનાં એડમીને કહ્યું કે, અમારા CCTV હેક થયા છે. જો કે, આ મામલે હાલ સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા તપાસ કરવામાં આવી રહી. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા આ અંગે જ્યારે હોસ્પિટલ તંત્રને સવાલ કરવામાં આવ્યા તો તેઓ આ મામલે અજાણ હોવાનું રટણ કર્યું. ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલાં આ વીડિયો વેચવાનાં કાંડનો પર્દાફાશ કર્યો હતો. મહિલાઓનાં ગોપનીય વીડિયો વેચવાનું વિકૃત કૌભાંડ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની (Khyati Hospital Scam) જેમ આ કાંડની તપાસમાં પણ મસમોટા ખુલાસા થયા તેવી વકી છે.
આ પણ વાંચો - Breaking: Gandhinagar માં જૂના સચિવાલયની ગૌ સેવા-ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં લાગી આગ