Gujarat સહિત દેશને હચમચાવનાર CCTV કાંડમાં મોટો ઘટસ્ફોટ, કઈ રીતે ચાલતું હતું આ નેટવર્ક?
- મહારાષ્ટ્રથી બે, પ્રયાગરાજથી એક આરોપીની અટકાયત
- પ્રજ્વલ તૈલી, પ્રજ પાટિલ, ચંદ્રપ્રકાશ ફુલચંદની અટકાયત
- સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓને અમદાવાદ લવાયા
Gujarat: રાજકોટની પાયલ હોસ્પિટલમાં થયેલા સીસીટીવી કાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યાં છે. એક ટ્વીટ બાદ ગુજરાત પોલીસ અને ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણ લોકો આ કાંડના માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે.
આ પણ વાંચો: Rajkot : 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા
પ્રજ્વલ તૈલી, પ્રજ પાટિલ અને ચંદ્રપ્રકાશ ફુલચંદની અટકાયત
વિગતે વાત કરવામાં આવે તો, બે આરોપીઓને મહારાષ્ટ્રથી, એક આરોપીની પ્રયાગરાજથી અટકાયત કરવામાં આવી હતી. નામની વાત કરવામાં આવે તો, પ્રજ્વલ તૈલી, પ્રજ પાટિલ અને ચંદ્રપ્રકાશ ફુલચંદની અટકાયત કરાઈ છે. સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓને અમદાવાદ લવાયા અને આ ત્રણેય આરોપીઓને મેડિકલ ચેક અપ માટે લઈ જવાયા હતાં. 48 કલાકમાં અમદાવાદ સાયબર ક્રાઈમે કેસને ઉકેલ્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓ પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતૂરમાં 1 વર્ષથી આ નેટવર્ક ચલાવતા હતાં.
આ પણ વાંચો: 14 અને 15 વર્ષનાં 2 કિશોરોએ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યુ, અશ્લીલ વીડિયો પણ બનાવ્યા!
અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસાઓ થયાં
એટલું જ નહીં પરંતુ એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું. આ કાંડમાં અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસાઓ થયાં છે. મહત્વની વાત એ છે કે, પાયલ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે. જોકે, આરોપી પ્રજ્વલ તૈલી ટેલિગ્રામમાં આ વીડિયોનું વેચાણ કરતો હતો. પ્રજ પાટીલ સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કરતો હતો અને ચંદ્ર પ્રકાશ કુંભ મેળામાં મહિલાના સ્નાનના વીડિયો અપલોડ કરતો હતો. હજુ પણ આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.