શ્રાવણ આવતા જ રાજકોટ પાલિકા સફાળી જાગી, ફ્રુટસના વેપારીઓને ત્યાં દરોડા
શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસનો ઉપવાસ કરે છે. ઉપવાસમાં ખાવા માટે ફળનો ઉપાડ પણ આ માસમાં બહુ વધારો નોંધાય છે. ત્યારે દવા અને કેમિકલ નાખી ફળો પકવતાં વેપારીઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે રાજકોટ કોર્પોરેશનનાં ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસàª
શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસનો ઉપવાસ કરે છે. ઉપવાસમાં ખાવા માટે ફળનો ઉપાડ પણ આ માસમાં બહુ વધારો નોંધાય છે. ત્યારે દવા અને કેમિકલ નાખી ફળો પકવતાં વેપારીઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે રાજકોટ કોર્પોરેશનનાં ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ અને એકટાંણા ભાવિકો દ્વારા કરવામાં આવતા હોય છે અને ઉપવાસના આ મહિનામાં કેળાં સહિતના ફ્રૂટ્સનો ઉપાડ વધુ માત્રામાં રહે છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફળોના 10 ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 6 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટના કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે વિશ્વાસ કેળાં, જલારામ ફ્રૂટ્સ અને યશ ફ્રૂટ્સમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યારે દૂધ સાગર રોડ પર વિશ્વાસ ફ્રૂટ્સમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રૈયાધાર રોડ પર શાસ્ત્રીનગર પાસે ગોલ્ડ કેળા, માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગોલ્ડ ફ્રૂટ્સ, એસએસએસ કેળા અને એચએચએસ કેળા જ્યારે સદરમાં ભારત ફ્રૂટ્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement