ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Jetpur: ન્યાય માટે પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો વધુ એક કિસ્સો, યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
09:14 PM Feb 04, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Jetpur
  1. પોલીસ યુવતીની દુષ્કર્મની ફરિયાદ ન નોંધતા હોવાનો આક્ષેપ
  2. જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો આક્ષેપ
  3. પોલીસ દુષ્કર્મના આરોપી વલ્લભ જાદવને છાવરતી હોવાનો આક્ષેપ

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

યુવતીના પરિવારે પોલીસ પર કર્યા છે આવા આક્ષેપો

મળતી માહિતી મુજબ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી નહોતી, જેથી પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા આખરે યુવતીએ કચેરી બહાર અંતિમ પગલું ભરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. યુવતીના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોલીસ દ્વારા દુષ્કર્મ ગુનેગારોને છાવરતા હોવાનો ગંભીર આરોપ લગાવતા ન્યાયની માંગ કરી છે. પરિવારનો આક્ષેપ છે કે, તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી. આખરે લોકોની રક્ષા કરતી પોલીસ તરફથી જ ન્યાય ના મળતાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ChhotaUdepur નગરપાલિકા ચૂંટણી જંગમાં 99 ઉમેદવારો મેદાને, જાણો શું કહે છે આંકડા?

પોલીસે આ કેસમાં કોને બચાવવાનો પ્રયાસ કરી રહીં છે? એક સવાલ

પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર અને જૂનાગઢ પોલીસ સ્ટેશનના ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ એલસીબી અથવા એસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે. ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી યુવતીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યુ કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસે લીધી નથી અને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવરાવ્યા છે.

આ પણ વાંચો: Gujarat University ના બહુચર્ચિત કરોડોના કૌભાંડમાં અનેક માથાઓની સંડોવણી, તપાસ ચાલુ

પોલીસે ન્યાય માટે સાથ ના આપતા આખરે યુવતીએ આ પગલું ભર્યું

ન્યાય નહીં મળે તો આજે વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્ચારી હતી. જેમાં કિર્તીબેન પરમારે રજુઆતમાં જણાવ્યું કે, ‘વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહિલા સહીત સાત શખ્સોએ તારીખ 20/12/24ના મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારુ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો: Surendranagar: જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા! બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન

આખરે શા માટે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી?

પીડિતાએ અનેક વખત પોલીસ ફરિયાદ કરવાના પ્રયાસો કર્યાં હતા પરંતુ પોલીસ દ્વારા ધક્કા ખવરાવવામાં આવ્યાં હતા. આજ રોજ ડીવાયએસપી કચેરી ખાતે આત્મવિલોપન કરતા યુવતીના પરિવારએ વીરપુર પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે. યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરતાં ન્યાયની માગ કરી છે.આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ અને અપરાધીઓને રક્ષણ આપવાની શક્યતાને લઈને સવાલો ઊભા કર્યા છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsJetpur DYSPJetpur DYSP officeJetpur GirlJetpur NewsLatest Gujarati News