Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજી પોલીસ કનડગતના વિરોધમાં ઝાંઝમેર સ્વયંભૂ બંધ

ધોરાજી (Dhoraji) તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા એક અઠવાડિયાથી ધોરાજી પોલીસ (Dhoraji police) દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા  તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો  ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેન કરીને ખોટી રીતે કરાતી  કનડગત બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચે ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત ફરવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી.ઝાંઝમેર બંધના એલાનને
ધોરાજી પોલીસ કનડગતના વિરોધમાં ઝાંઝમેર સ્વયંભૂ બંધ
ધોરાજી (Dhoraji) તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા એક અઠવાડિયાથી ધોરાજી પોલીસ (Dhoraji police) દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા  તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો  ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેન કરીને ખોટી રીતે કરાતી  કનડગત બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચે ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત ફરવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી.
ઝાંઝમેર બંધના એલાનને સંપૂર્ણ સફળતા
બીજી બાજુ આજે ગુરુવારે પોલીસ હેરાનગતિના  વિરોધમાં સરપંચ દ્વારા અપાયેલ ઝાંઝમેર બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી હતી અને ગામ લોકો તેમજ વેપારીઓ સંપૂર્ણ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. દરમિયાન જેતપુરના ડી.વાય.એસ.પી ડોડીયા તેમજ જેતપુર શહેર  પોલીસ સ્ટેશનના પીઆઇ જેતપુર ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આજે સવારે પહોંચી ગયા હતા અને સરપંચ સહિતના ગ્રામજનોને હવે પછી ખોટી કનડગત  પોલીસ દ્વારા નહીં કરાય તેવી ખાતરી આપવામાં આવી હતી. 

 પોલીસ ટાર્ગેટ બનાવી ખોટી રીતે લોકોને હેરાન કરતી હોવાનો આરોપ 
ઝાંઝમેર ગામના જાગૃત લોકો કહે છે કે ધોરાજી તાલુકાના અનેક ગામોમાં તેમજ ધોરાજી શહેરમાં દારૂ-જુગારના ખુલ્લેઆમ હાટડા ચાલી રહ્યા છે. આવા સ્થળો પર દરોડા પાડવાના બદલે ધોરાજી પોલીસ માત્ર ને માત્ર ઝાંઝમેર ગામે ટાર્ગેટ બનાવી ખોટી રીતે લોકોને હેરાન પરેશાન કરી રહી છે. અમુક જાગૃત લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે ધોરાજી પોલીસની મીઠી નજર  હેઠળ શહેરમાં અને તાલુકા પંથકમાં દારૂ તેમજ વરલી મટકાના જુગાર બાબતે સ્થાનિક ધોરાજી પોલીસ આખા આડા કાન કરતી હોય બહારની પોલીસને ધોરાજીમાં આવીને દરોડા પાડવા પડે છે. ત્યારે સવાલ એ થાય છે કે ધોરાજી શહેરમાં જ ચાલતી દારૂ-જુગારની બદીને હટાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા કેમ કોઈ પગલાં લેવાતા  નથી. ધોરાજી પોલીસને ઝાંઝમેર ગામે શા માટે આવી ખોટી કનડગત કરવા જવું પડે તે બુદ્ધિજીવી લોકો ને સમજાતું નથી. 

પોલીસની શંકાસ્પદ કામગિરી
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શહેરમાં દારૂ-જુગારની વધી ગયેલી બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત થતાં વિજિલન્સ અને સ્ટેટ મોનીટરીંગ સેલ ને ધોરાજીમાં ત્રાટકીને  દરોડા પાડવાની ફરજ પડી હતી.  ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે બહારની પોલીસ દૂરથી આવીને ધોરાજીમાં દરોડા પાડે ત્યારે સ્થાનિક પોલીસને આવી દારૂ-જુગારની બધી કેમ દેખાતી નથી ?  શું પોલીસે આવા દારૂ-જુગારના ધંધાર્થીઓ  સાથે કોઈ આર્થિક હિત સાધી લીધું છે કે કેમ ? તેવો સવાલ જાગૃત લોકો પૂછી રહ્યા છે . રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પણ ધોરાજીના પોલીસ સ્ટાફની આવી કનડગત પાછળ શું કારણો હોવા જોઈએ ? તે તપાસવું જરૂરી છે.

ઝાંઝમેર ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટ ચેનલનો માન્યો આભાર 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ધોરજીના ઝાંઝમેર ગામમાં થતી પોલીસ કનડગતનો સૌ પ્રથમ અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવતા સંબંધિત પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ઝાંઝમેર દોડીને  પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ધોરાજી પોલીસ દ્વારા થતી  ખોટી બંધ કરાવવાની ખાતરી આપી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.