Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024: એક્શનમાં દેખાશે લક્ષ્ય સેન-નિશા દહિયા, આજે બે મેડલની આશા

Paris Olympic 2024 નો દસમો દિવસ 5 ઓગસ્ટના રોજ બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા ભારતને બેડમિન્ટન અને કુસ્તી મેડલની આશા Paris Olympics 2024:પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)ભારતીય ખેલાડીઓ માટે 4 ઓગસ્ટનો દિવસ મિશ્રિત રહ્યો. આ દિવસે ભારતીય હોકી ટીમે શાનદાર...
paris olympics 2024  એક્શનમાં દેખાશે લક્ષ્ય સેન નિશા દહિયા  આજે બે મેડલની આશા
  1. Paris Olympic 2024 નો દસમો દિવસ
  2. 5 ઓગસ્ટના રોજ બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા
  3. ભારતને બેડમિન્ટન અને કુસ્તી મેડલની આશા

Paris Olympics 2024:પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)ભારતીય ખેલાડીઓ માટે 4 ઓગસ્ટનો દિવસ મિશ્રિત રહ્યો. આ દિવસે ભારતીય હોકી ટીમે શાનદાર જીત નોંધાવી હતી ત્યારે બોક્સિંગ, બેડમિન્ટન અને શૂટિંગમાં નિરાશા જોવા મળી હતી. જો કે લક્ષ્ય સેનની બેડમિન્ટનમાં મેડલ જીતવાની તકો હજુ પણ અકબંધ છે. લક્ષ્ય સેન સોમવાર, 5 ઓગસ્ટના રોજ બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. ઓલિમ્પિક 2024માં કુસ્તીની મેચો પણ સોમવારથી શરૂ થઈ રહી છે. જો ખેલાડીઓ અપેક્ષાઓ પર ખરા ઉતરશે તો ભારત 5 ઓગસ્ટે બે મેડલ જીતી શકે છે. પેરિસ ઓલિમ્પિકના 10મા દિવસે એટલે કે 5મી ઓગસ્ટનો શેડ્યૂલ નીચે મુજબ છે.

Advertisement

લક્ષ્ય સેનની લી ઝીલ જીયા સામે  ટક્કર

હવે આજે ભારતે પાસે લક્ષ્ય સેન સિવાય અન્ય ગેમમાં પણ મેડલની આશાઓ વધી રહી છે જેમાં શૂટિંગ, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, સેલિંગ સહિતની રમતોનો સમાવેશ થાય છે. લક્ષ્ય સેન મલેશિયાના લી ઝીલ જીયા સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે.

Advertisement

આ પણ  વાંચો -આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!

ભારતને  બે  મેડલની આશા

લક્ષ્ય સેન એક સમયે ફાઈનલમાં એન્ટ્રી કરશે તેવું રવિવારે લાગતું હતું પરંતુ ડેનમાર્કના 30 વર્ષના એક્સલસેને શાનદાર રમ રમીને સળંગ બે રાઉન્ડ જીતી લીધા હતા. જોકે, પહેલો રાઉન્ડ ભારે રસાકસીવાળો રહ્યા હતા એક્સલસેને 22-21થી જીતી લોધો હતો. બીજા રાઉન્ડમાં લક્ષ્ય સેનને જબરજસ્ત શરુઆત કરી હતી પરંતુ ડેનમાર્કના ખેલાડીએ જબરજસ્ત કમબેક કરીને સળંગ બીજો સેટ જીતીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી. લક્ષ્ય સેન એક સમયે જીત તરફ જઈ રહ્યો હતો પરંતુ સળંગ બે સેટ ગુમાવવાના કારણે જીત મેળવી શક્યો નહોતો.

Advertisement

આ પણ વાંચો Paris Olympic 2024: બેડમેન્ટન મેન્સ સિંગલમાં ભારતને હવે Lakshya Sen તરફથી બ્રોન્ઝની આશા

દસમા દિવસનો ભારતનો શેડ્યૂલ

  • શૂટિંગ: સ્કીટ મિશ્રિત ટીમ (લાયકાત) મહેશ્વરી ચૌહાણ અને અનંતજીતસિંહ નારુકા: બપોરે 12.30 કલાકે
  • ટેબલ ટેનિસ: મહિલા ટીમ (પ્રી ક્વાર્ટર ફાઈનલ) | ભારત વિ રોમાનિયા: બપોરે 1.30 કલાકે
  • એથ્લેટિક્સ: મહિલાઓની 400મી (પ્રથમ રાઉન્ડ) | કિરણ પહલ (હીટ 5): બપોરે 3.25 કલાકે
  • સેલિંગ: મહિલા ડીંઘી (ઓપનિંગ સિરીઝ) રેસ 9 | નેત્રા કુમાનન: બપોરે 3.45 કલાકે
  • વિમેન્સ ડીંગી (ઓપનિંગ સિરીઝ): રેસ 10 | નેત્રા કુમાનન: સાંજે 4.53 કલાકે
  • બેડમિન્ટન: મેન્સ સિંગલ બ્રોન્ઝ મેડલ મેચ | લક્ષ્ય સેન વિ લી જી જિયા: સાંજે 6.00 કલાકે
  • મેન્સ ડીંઘી (ઓપનિંગ સિરીઝ): રેસ 9 | વિષ્ણુ સરવણન: સાંજે 6.10 કલાકે
  • કુસ્તી: પ્રી ક્વાર્ટર ફાઈનલ | નિશા દહિયા : સાંજે 6.30 કલાકે
  • મેન્સ ડીંઘી (ઓપનિંગ સિરીઝ): રેસ 10 | વિષ્ણુ સરવણન: સાંજે 7.15 કલાકે
  • કુસ્તી: ક્વાર્ટર ફાઇનલ્સ | નિશા દહિયા: સાંજે 7.50 કલાકે (જો પ્રથમ મેચ જીતે તો)
  • એથ્લેટિક્સ: પુરુષોની 3,000 મીટર સ્ટીપલચેઝ (પહેલો રાઉન્ડ) | અવિનાશ સાબલે (હીટ 2): રાત્રે 10.34 કલાકે
  • કુસ્તી: સેમિફાઇનલ | નિશા દહિયા: મોડી રાત્રે 1.10 વાગ્યે

Tags :
Advertisement

.