ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Olympic 2024 : સેમી ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ, ગ્રેટ બ્રિટેનને પેનલ્ટી શૂટઆઉટમાં કર્યું પરાસ્ત

ભારતીય મેન્સ હોકીની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી પેનલ્ટી શૂટઆઉટમાં  વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો રોમાંચક મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું Paris Olympic 2024 પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympic) ભારતીય મેન્સ...
03:32 PM Aug 04, 2024 IST | Harsh Bhatt

Paris Olympic 2024 પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympic) ભારતીય મેન્સ હોકીની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત અને બ્રિટન વચ્ચે (india vs great britain) મેન્સ હોકીની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં (penalty shootout) વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રોમાંચક મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત અને ગ્રેટ બ્રિટેનએ નિર્ધારિત 60 મિનિટ સુધી 1-1ની બરાબરી પર હતી. પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે બે શાનદાર ગોલ બચાવ્યા હતા અને ભારતની ટીમને જીત અપાવી હતી. ભારતની ટીમની ટક્કર હવે સેમી ફાઇનલમાં નેધરલેન્ડ અને જર્મની વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

બીજા ક્વાર્ટરમાં જામ્યો રોમાંચક મુકાબલો

બીજા ક્વાર્ટરમાં બંને ટીમો આક્રમક રીતે મેદાનમાં પોતાની ટીમને જીત અપવાવા માટે ઉતરી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જો કે ટીમ ઈન્ડિયાની આ લીડ લાંબો સમય ટકી શકી ન હતી અને બ્રિટન માટે લી મોર્ટને ગોલ કર્યો હતો અને બંને ટીમો 1-1 થી બરાબરી ઉપર પહોંચી ગઈ હતી.આ પછી બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો નહોતો અને મેચનું પરિણામ અંતે પેનલ્ટી શૂટઆઉટમાં આવ્યું હતું.

ફક્ત દસ ખેલાડીઓ સાથે રમી હતી ભારતની ટીમ

ભારતની ટીમ આ મેચ ફક્ત દસ જ ખેલાડીઓ સાથે રમી હતી. કારણ કે, ટીમ ઈન્ડિયાણે શરૂઆતમાં જ એક મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં માત્ર દસ ખેલાડીઓ સાથે રમી શકી હતી.પરંતુ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવા હોવા છત્તા પણ ભારતની ટીમએ તેમનું ડિફેન્સ મજબૂત રાખ્યું હતું જેથી બ્રિટિશ ખેલાડીઓ તેને તોડી શક્યા ન હતા.

શૂટઆઉટમાં P R SREEJESH નો શાનદાર દેખાવ

મેચ 1-1 થી ટાઈ થયા બાદ જીતનો નિર્ણય હવે પેનલ્ટી શૂટઆઉટમાં થવાનો હતો.શૂટઆઉટના પ્રથમ પ્રયાસમાં બ્રિટનને સફળતા મળી હતી, જેના બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. શૂટઆઉટના બીજા પ્રયાસમાં પણ બ્રિટનની ટીમણે સફળતા મળી હતી ત્યારબાદ સુખજીતે ગોલ કરીને ભારતને 2-2ની બરાબરી પર લાવી દીધું હતું. પછી મેદાન ઉપર ભારતના ગોલકીપર શ્રીજેશનો (p r sreejesh) જાદુ દેખાયો હતો. શ્રીજેશએ બ્રિટનના બાકીના બે શોટને રોક્યા હતા. બીજી તરફ ભારતે આગામી બે શોટ નિશાના ઉપર લગાવ્યા હતા અને આમ પેનલ્ટી શૂટઆઉટમાં રોમાંચક રીતે 4-2થી જીત મળી હતી.

સેમીફાઇનલ તરફ ભારતની કુચ

ઉલ્લેખનીય છે કે, ટોક્યોમાં ઓલિમ્પિક (Tokyo Olympic) મેડલ જીતનારી ભારતીય ટીમને 41 વર્ષ બાદ પૂલ-બીમાં રાખવામાં આવી છે. ભારતે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શાનદાર શરૂઆત કરી હતી. ભારતની ટીમે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારતની બીજી મેચ આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો થઈ હતી. ત્રીજી મેચમાં ભારતની ટીમે તેના વિરોધીઓની કમર તોડી નાખી હતી, અહી ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આગળ જતા ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતની ટીમએ ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. 1972 મ્યુનિક ઓલિમ્પિક બાદ આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય. ભારત હવે સેમી ફાઇનલમાં નેધરલેન્ડ અને જર્મની વચ્ચેની મેચના વિજેતા સાથે પોતાનો મુકાબલો રમશે.

આ પણ વાંચો : Olympic Controversy : ઓલિમ્પિકની રમતને શર્મસાર કરતા ઇતિહાસના 5 સૌથી મોટા વિવાદો

Tags :
india vs great britainOlympicolympic 2024ParisParis OlympicParis olympic 2024quaterfinalsSportsTeam India
Next Article