Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરામાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, અડફેટે લેતા એક વિદ્યાર્થીએ ગુમાવી આંખ

રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરને તમે જોયા જ હશે. ઘણીવાર આ રખડતા ઢોર આવતા-જતા કોઇને કોઇ વાહનને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર સામાન્ય નાગરિકને રખડતા ઢોરના કારણે ગંભીર ઈજાઓ પણ થતી આપણે જોઇ ચુક્યા છીએ. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં વાઘોડિયા રોડ પાસેથી પસાર થઇ રહેલી ગાયે વાહનચાલક એક વિદ્યાર્થી જેનું નામ હેનિલ છે તેને અડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટનàª
વડોદરામાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ  અડફેટે લેતા એક વિદ્યાર્થીએ ગુમાવી આંખ
Advertisement
રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરને તમે જોયા જ હશે. ઘણીવાર આ રખડતા ઢોર આવતા-જતા કોઇને કોઇ વાહનને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર સામાન્ય નાગરિકને રખડતા ઢોરના કારણે ગંભીર ઈજાઓ પણ થતી આપણે જોઇ ચુક્યા છીએ. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. 
વડોદરામાં વાઘોડિયા રોડ પાસેથી પસાર થઇ રહેલી ગાયે વાહનચાલક એક વિદ્યાર્થી જેનું નામ હેનિલ છે તેને અડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટના ત્યા હાજર એક CCTV માં કેદ થઇ ગઇ છે. જે મુજબ રસ્તા પર આ ગાય આરામથી જઇ રહી છે. ત્યારે અચાનક બીજી બાજુના રસ્તેથી આવેલા એક શખ્સે આ ગાયને રોડ પરથી ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન જ વિદ્યાર્થી આ ગાયની અડફેટે આવી ગયો હતો. ગાયની અડફેટે આવ્યા બાદ વિદ્યાર્થી રસ્તા પર પડી ગયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટનામાં વિદ્યાર્થીએ તેની આંખ ગુમાવી દીધી છે. ઘટના બુધવાર સાંજની હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. ઘટનામાં વિદ્યાર્થીએ આંખ ગુમાવતા તેના પરિવારજનોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત હેનિલને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. 
રાજ્યમાં રખડતા ઢોર અવાર-નવાર અસંખ્ય લોકોના ભોગ લઇ રહ્યા છે. ત્યારે વડોદરામાં બનેલી આ રુંવાડા ઉભા કરી દેતી ઘટના કે જેમા આ વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવી દીધી છે. જેને લઇને પરિવારજનો પણ ભારે ગુસ્સો પાલિકા પર ઉતારી રહ્યા છે. તેમનું સાફ કહેવું છે કે આ માટે માત્ર ને માત્ર પાલિક જ જવાબદાર છે. એવું નથી આ પહેલીવાર જ બન્યું હોય, આ પહેલા પણ રાજ્યમાં ઘણીવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે, જેમા ઘણા લોકોનું મોત પણ નીપજ્યું છે. 
Tags :
Advertisement

.

×