ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Zika Virus Guidelines: કેન્દ્ર આરોગ્ય મંત્રાલયએ Zika Virus માટે તમામ રાજ્યોમાં સૂચનાઓ પાઠવી, આ વાતનું ખાસ ધ્યાન રાખો

Zika Virus Guidelines: મહારાષ્ટ્રમાં Zika Virus ના કેસ મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજરોજ તમામ રાજ્યોને સૂચના પાઠવી છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં ગર્ભવતી મહિલાઓમાં ચેપનું પરીક્ષણ કરીને સતત દેખરેખ રાખવા અને Zika Virus થી સંક્રમિત ગર્ભવતી મહિલાના અને બાળકની સારવાર...
07:53 PM Jul 03, 2024 IST | Aviraj Bagda
Union Health Ministry issues advisory to states in view of Zika Virus cases from Maharashtra

Zika Virus Guidelines: મહારાષ્ટ્રમાં Zika Virus ના કેસ મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજરોજ તમામ રાજ્યોને સૂચના પાઠવી છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં ગર્ભવતી મહિલાઓમાં ચેપનું પરીક્ષણ કરીને સતત દેખરેખ રાખવા અને Zika Virus થી સંક્રમિત ગર્ભવતી મહિલાના અને બાળકની સારવાર કરવાનું જણાવ્યું છે. આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોને કેમ્પસને Aedes mosquito થી સાવધઆન રહેવા સૂચના આપી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા સૂચનામાં રહેણાંક વિસ્તારો, કામકાજના સ્થળો, શાળાઓ, જાહેર સ્થળો અને હોસ્પિટલવાળા સ્થળો પર સાવચેતી રાખવાની અને વેક્ટર નિયંત્રણ પ્રવૃત્તિઓને વધુ ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. 1 જુલાઈના રોજ પુણેમાં બે ગર્ભવતી મહિલાઓ સહિત છ લોકો Zika Virus થી સંક્રમિત જોવા મળ્યા હતા. શહેરના એરંડવાને વિસ્તારમાં ચાર અને મુંધવા વિસ્તારમાં બે કેસ નોંધાયા હતા. આ Zika Virus સંક્રમિત Aedes mosquito ના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપ ફેલાવવા માટે પણ જાણીતું છે.

Zika Virus થી ગર્ભમાં માઇક્રોસેફાલી થઈ શકે છે

આ Zika Virus ની ઓળખ સૌપ્રથમ 1947 માં યુગાન્ડામાં થઈ હતી. ગર્ભવતી મહિલાઓમાં Zika Virus ગર્ભમાં માઇક્રોસેફાલી (એવી સ્થિતિ જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે) થઈ શકે છે. Zika Virus ના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. Zika Virus થી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.

Zika Virus ગર્ભવતી મહિલાના બાળકમાં ફેલાય છે

World Health Organization અનુસાર, Zika Virus એ Aedes mosquito ના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પીળો તાવ પણ Aedes mosquito ના કરડવાથી ફેલાય છે. આ ત્રણેય Virus લગભગ સમાન છે. આ ત્રણનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાથી શરૂ થયો હતો. Zika Virus ગર્ભવતી મહિલાથી અજાત બાળકમાં ફેલાય છે.

આ પણ વાંચો: Zika Virus Cases: ઝિકા વાયરસે ફરી માથું ઉચક્યું, પુણેમાં 6 કેસ નોંધાયા

Tags :
Aedes mosquitoCentral Health MinisterchildhealthHealth Ministrymosquitopregnant womanVirusWHOwomenWorld Health OrganizationZika VirusZika Virus Guidelines
Next Article