Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Murder Case માં ન્યાય મળશે? હાઈકોર્ટે CBI તપાસનો આપ્યો આદેશ

હાઇકોર્ટનો ન્યાયપૂર્ણ નિર્ણય લેડી ડૉક્ટર કેસ: CBI તપાસનો આદેશ, હાઇકોર્ટનો નિર્ણય લેડી ડૉક્ટરની હત્યા કેસમાં મોટો વળાંક: CBI કરશે તપાસ Calcutta high court એ ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે....
kolkata murder case માં ન્યાય મળશે  હાઈકોર્ટે cbi તપાસનો આપ્યો આદેશ
  • હાઇકોર્ટનો ન્યાયપૂર્ણ નિર્ણય
  • લેડી ડૉક્ટર કેસ: CBI તપાસનો આદેશ, હાઇકોર્ટનો નિર્ણય
  • લેડી ડૉક્ટરની હત્યા કેસમાં મોટો વળાંક: CBI કરશે તપાસ

Calcutta high court એ ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલકાતા પોલીસને કેસ ડાયરી, CCTV ફૂટેજ અને નિવેદનો સહિત તમામ દસ્તાવેજો આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં CBI ને સોંપવા જણાવ્યું છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. મહિલા ડોક્ટરની પણ દુષ્ક્રમ બાદ હત્યા કરવામાં આવી હતી. આ બાબતને લઈને દેશભરમાં તબીબો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

Advertisement

હાઇકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો

કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના અંગે હાઈકોર્ટે (High Court) સુનાવણી ચાલી હતી. આ કેસમાં, પીડિત મહિલાના વકીલ બિલવદલ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે તેમને કેસ CBIને સોંપવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે ખાસ સમયગાળા પછી જ કેસ ટ્રાન્સફર કરવામાં આવશે." વકીલ કહે છે, "આવુ વિલંબ કરવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પુરાવા નાશ કરવામાં આવી શકે છે." ભટ્ટાચાર્યએ દલીલ કરી કે, પીડિત બાળકીના માતા-પિતા પણ કોર્ટ (Court) માં હાજર રહ્યા હતા અને તેમના આક્ષેપોને સાંભળીને, એ સ્પષ્ટ થયું કે આ કેસમાં પોલીસની બેદરકારી હદ વટાવી ગઈ હતી. હત્યાની ઘટના કેટલી ઘૃણાસ્પદ હતી, અને તેમ છતાં, પોલીસ એ ગુનાને યોગ્ય રીતે નોંધવામાં નિષ્ફળ ગઈ હતી. પ્રારંભમાં જ આપેલી ફરિયાદને આત્મહત્યાનો બનાવ ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને લીધે અનેક મહત્વના પુરાવા સમયસર કોર્ટમાં રજૂ થઈ શક્યા ન હતા. ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, આ કેસ હવે CBIને સોંપવામાં આવ્યો છે અને કોર્ટ તેના પર દેખરેખ રાખશે. આ ઉપરાંત, પીડિતાના માતા-પિતાને ખતરો છે, તો CBI એ તેમને સાક્ષી સુરક્ષા યોજના હેઠળ રક્ષણ આપવું જોઈએ. આ ઘટના દુષ્કર્મ અને હત્યાના મામલે પોલીસની બેદરકારી પર સવાલ ઉઠાવે છે.

Advertisement

CCTV ફૂટેજ અને પૂછપરછના આધારે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, પીડિતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તે પહેલાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. રાત્રીના 3 થી 5 વાગ્યા વચ્ચે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોયની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે, સંજય રોયને દારૂ પીવાનો અને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતો. તે ઘટનાની રાત્રે ઘણીવાર હોસ્પિટલમાં પ્રવેશ્યો હતો. CCTV ફૂટેજ અને પૂછપરછના આધારે આ કેસમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઘટનાની રાતે સંજય રોય હોસ્પિટલના પાછળના માર્ગેથી સેમિનાર હોલમાં પ્રવેશ્યો હતો, જ્યાં પીડિત ડૉક્ટર સુઇ રહી હતી. તે સૌથી પહેલા પીડિતાનું ગળું દબાવીને તેની હત્યા કરી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજાર્યો. આ ઘટના ખાસ કરીને ગંભીર છે કારણ કે સંજય રોય ન તો હોસ્પિટલના સ્ટાફનો સભ્ય હતો, ન તો કોઈ દર્દીના સગા તરીકે ત્યાં હાજર હતો. તે માત્ર કોલકાતા પોલીસ માટે નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરતો હતો.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, ગુરુવાર અને શુક્રવાર (9 ઓગસ્ટ)ની વચ્ચેની રાત્રે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ થયો હતો. દુષ્કર્મ બાદ તેણીની હત્યા કરવામાં આવી હતી. પીડિતા PGના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને છાતીના રોગોમાં નિષ્ણાત થવાનો અભ્યાસ કરતી હતી. ઘટના સમયે તે નાઈટ ડ્યુટી પર હતી અને જુનિયર ડોકટરો સાથે ડિનર કર્યા બાદ રાત્રે 2 વાગે સેમિનાર હોલમાં ગઈ હતી. સવારે 6 વાગ્યે અર્ધ-નગ્ન અવસ્થામાં તેની લાશ અહીંથી મળી આવી હતી.

Advertisement

આ પણ વાંચો:  Kolkata Doctor Rape Murder Case : લેડી ડૉક્ટર સાથે ક્રૂરતાની તમામ હદો પાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

Tags :
Advertisement

.