Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું હવે આ રાજ્યમાં નહીં લેવાય NEET ની પરીક્ષા? સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

NEET પરીક્ષાના વિવાદે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ NEET પરીક્ષાના પેપર લીક મામલાનો એક સૂરમાં વિરોધ કર્યો હતો. હવે NEET પરીક્ષાની બાબતને લઈને વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે શાસક પક્ષ પેપર લીકની ઘટનાથી સંપૂર્ણપણે દૂર...
શું હવે આ રાજ્યમાં નહીં લેવાય neet ની પરીક્ષા  સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

NEET પરીક્ષાના વિવાદે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ NEET પરીક્ષાના પેપર લીક મામલાનો એક સૂરમાં વિરોધ કર્યો હતો. હવે NEET પરીક્ષાની બાબતને લઈને વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે શાસક પક્ષ પેપર લીકની ઘટનાથી સંપૂર્ણપણે દૂર છે. પરંતુ હવે NEET ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતીના અનુસાર, NEET પરીક્ષાને જ નાબૂદ કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. હા, કર્ણાટક રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

કર્ણાટક સરકાર લઈ શકે છે આ મહત્વનો નિર્ણય

મળતી માહિતીના અનુસાર, હવે કર્ણાટક કેબિનેટ NEET પરીક્ષા નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. વધુમાં હાલના સત્ર દરમિયાન બંને ગૃહોમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. અહી નોંધનીય છે કે, જો કર્ણાટક સરકારનું આ બિલ ગૃહમાં પસાર થઈ જશે તો ફરી કર્ણાટકમાં NEET ની પરીક્ષા યોજવામાં આવશે નહીં.

Advertisement

આ બાબત અંગે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે - 'NEET પરીક્ષાનો ફાયદો માત્ર ઉત્તર ભારતના બાળકોને જ થાય છે. તેથી NEET પરીક્ષા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની મેડિકલ તપાસ કરવાની છૂટ આપવી જોઈએ. કર્ણાટકમાં કોલેજો બનાવવામાં આવી છે. પરંતુ તેનો લાભ ઉત્તર ભારતના ઉમેદવારોને મળી રહ્યો છે. આપણા રાજ્યના બાળકો મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું ચૂકી જાય છે. આની સામે આપણે એક થઈને અવાજ ઉઠાવવો જોઈએ.'

પહેલા આ રાજ્યોમાંથી પણ નાબૂદ કરાઇ છે NEET EXAM

પરંતુ શું તમને છે કે, કર્ણાટકમાં જો આમ થાય છે તો કર્ણાટક એવું પહેલું રાજ્ય નહીં હોય કે જ્યાં NEET ને નાબૂદ કરવામાં આવી હોય. આ પહેલા પણ તમિલનાડુ સરકારે પણ NEET પરીક્ષા નાબૂદ કરી હતી અને જૂની સિસ્ટમ શરૂ કરી હતી. તમિલનાડુની સરકારે પોતાના રાજ્યમાં રાજ્ય કક્ષાની પરીક્ષા કરાવવાની મંજૂરી આપી હતી. આ બાબત અંગે તમિલનાડુના મુખ્યમંત્રી STALIN એ કહ્યું હતું કે - 'ગરીબ બાળકો NEET પરીક્ષાની તૈયારી કરી શકતા નથી.

Advertisement

આ પણ વાંચો : ભારતની અર્થવ્યવસ્થાને લઇને આવ્યા સારા સમાચાર, સંરક્ષણ નિકાસમાં બનાવ્યો નવો રેકોર્ડ

Tags :
Advertisement

.