Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું PM MODI જશે પાકિસ્તાન? શાહબાજ શરીફએ આપ્યું છે ખાસ આમંત્રણ

કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠક 15 અને 16 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાવાની છે બેઠકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નેતાઓને પણ આમંત્રણ અપાયું પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ બેઠકમાં ભાગ લેવા આપ્યું આમંત્રણ પાકિસ્તાનમાં કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ...
09:02 AM Aug 25, 2024 IST | Harsh Bhatt

પાકિસ્તાનમાં કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠક 15 અને 16 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાવાની છે. આ બેઠકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નેતાઓને પણ આમંત્રણ અપાયું છે, જેમાં ચીન સહિતના દેશો ભાગ લેશે. પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. હવે પ્રશ્ન છે કે શું પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાન જશે કે નહીં?

શું PM MODI આમંત્રણ સ્વીકારશે?

મળી રહેલી વિગતના અનુસાર, અત્યાર સુધી PM MODI એ આમંત્રણ સ્વીકાર્યું નથી . જો PM MODI પાકિસ્તાન નથી જતાં તો એવું માનવામાં આવે છે કે તેઓ કોઈ અન્ય ભારતીય પ્રતિનિધિને મોકલી શકે છે અથવા પુર્ણપણે આ બેઠકનો બહિષ્કાર કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને કારણે આ નિર્ણય પર ભારે અટકળો છે. અહી ઉલ્લેખનીય છે કે, અગાઉ, 2015માં સ્વ. સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યાર પછીની પરિસ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ અને ક્રિયાપ્રતિક્રિયાઓ પછી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, PM મોદી કદાચ આ બેઠકમાં ભાગ ન લે તેવી સ્થિતિ વર્તાઇ રહી છે.

ભારત અને પાકિસ્તાન બંને SOC ના સભ્ય

ભારત અને પાકિસ્તાન બંને SCOના સભ્ય છે, જે રશિયા-ચીનની આગેવાની હેઠળનું પ્લેટફોર્મ છે. બંને દેશો અહીં પરસ્પર સહયોગની કસોટી પર ઊતરતા રહ્યાં છે. હમણાં, પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના ભારતના પ્રવાસ પછી, SCO બેઠકમાં ભારતના નેતાઓની યાત્રાને લઈને પણ અનિશ્ચિતતા છે.

આ પણ વાંચો : PM મોદીના યુક્રેન પ્રવાસ પર Morari Bapu એ આપી પ્રતિક્રિયા, કહ્યું- મને વિશ્વાસ છે કે સકારાત્મક પરિણામ મળશે...

Tags :
CHGGujarat FirstIslamabadMeetingpm modiPM Modi PakistanPM MODI PAKISTAN VISITSHAHBAAZ SHARIFSOC
Next Article