Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવ્યાંગોની સંસ્થાઓમાં સંખ્યા ઘટતી જાય છે અને વૃધ્ધાશ્રમોમાં જગ્યા મળતી નથી….

એક આનંદ કરાવે તેવા અને બીજા ચિંતા કરાવે તેવી વાત છે. બંનેની થોડી વારાફરથી વાત કરીએ. છેલ્લા 50 વર્ષોમાં આપણા દેશમાં દાકતરી સુવિધાઓ વધવાથી માનવ જાતને નડતા ઘણા બધા રોગો ઉપર વિજય મેળવી શકાયો છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં અંધત્વનું દૂષણ બનતો શીતળા નામનો રોગ અને અપંગતાનું કારણ બનતો પોલિયો શોધાયેલી રસીને કારણે કાબુમાં આવી ગયો છે અને એ રીતે અન્ય પ્રકારની વિકલાંગતાઓનું કારણ બનતા રોગોની દ
દિવ્યાંગોની સંસ્થાઓમાં સંખ્યા ઘટતી જાય છે અને વૃધ્ધાશ્રમોમાં જગ્યા મળતી નથી hellip
એક આનંદ કરાવે તેવા અને બીજા ચિંતા કરાવે તેવી વાત છે. બંનેની થોડી વારાફરથી વાત કરીએ. 
છેલ્લા 50 વર્ષોમાં આપણા દેશમાં દાકતરી સુવિધાઓ વધવાથી માનવ જાતને નડતા ઘણા બધા રોગો ઉપર વિજય મેળવી શકાયો છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં અંધત્વનું દૂષણ બનતો શીતળા નામનો રોગ અને અપંગતાનું કારણ બનતો પોલિયો શોધાયેલી રસીને કારણે કાબુમાં આવી ગયો છે અને એ રીતે અન્ય પ્રકારની વિકલાંગતાઓનું કારણ બનતા રોગોની દવાઓ અને ઉપચાર પધ્ધતિ ગામડાંઓ સુધી પહોંચતા દિવ્યાંગોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. કોઇપણ સમાજને માટે આ રાહત અને આનંદ આપનારા સંજોગો ગણી શકાય. 
જુદા જુદા પ્રકારની દિવ્યાંગતા માટે તેમને શિક્ષણ અને તાલીમ આપતી 60-70 વર્ષ જુની સંસ્થાઓ પાસે તેમની ક્ષમતા કરતા ઓછા દિવ્યાંગજનો મળી રહ્યા છે. અમદાવાદ જેવા મોટા શહેરની વાત જવા દઇએ તો તાલુકા અને જિલ્લા મથકોએ વર્ષો પહેલાં શરૂ કરાયેલી સંસ્થાઓમાં પ્રવેશાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. કારણકે મેડિકલ સાયન્સના વિકાસને કારણે અને વિવિધ પ્રકારની રસીકરણની પધ્ધતિએ દિવ્યાંગતાઓની સંખ્યા ઘટાડી છે. આપણા સહુ માટે આ મોટા સકારાત્મક અને રાહતના સંકેતો આપનારા તારણો છે. 
તો બીજી બાજુ આપણા મોટા અને નાના શહેરોમાં અમુક અપવાદોને બાદ કરતા વૃધ્ધાશ્રમોમાં જગ્યા મળતી નથી. કેટલાક વૃધ્ધાશ્રમોમાં તો લાંબી પ્રતિક્ષા યાદી જોઇને આપણને તીવ્ર વેદના થાય છે. 
આપણી પરંપરાગત પરિવાર પ્રથા તૂટી રહી છે. શહેરી જીવનમાં વધેલી વ્યસ્તતા અને ત્રસ્તતા વચ્ચે પરિવારોમાં વૃધ્ધજનો અપ્રસ્તુત બનતા જાય છે. પરંપરાગત પારિવારિક ભાવનાનો લોપ થવાથી માણસ સ્વકેન્દ્રી બની રહ્યો છે અને તેથી પોતાના ઘરડા મા બાપ કે અન્ય વડીલોને પોતાના ઘરમાં સમાવવા અને તેમની દરકાર લેવાની સમય અને સમજ ઘટતા જાય છે.  એ રીતે વૃધ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. જે આપણા માટે ચિંતાનો વિષય બન્યો છે.
Advertisement
Tags :
Advertisement

.