ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ? જાણો CJI ચંદ્રચુડે કોના નામની કરી ભલામણ

જસ્ટિસ સંજીવ ખન્ના બનશે ભારતના આગામી ચીફ જસ્ટિસ! ડીવાય ચંદ્રચુડે આપ્યું સંજીવ ખન્નાનું નામ નવેમ્બરમાં ડીવાય ચંદ્રચુડ નિવૃત્ત થવા જઇ રહ્યા છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ પોતાના પદ પરથી નિવૃત્ત થવા જઈ...
09:52 AM Oct 17, 2024 IST | Hardik Shah
Who will be the next Chief Justice of the Supreme Court
  • જસ્ટિસ સંજીવ ખન્ના બનશે ભારતના આગામી ચીફ જસ્ટિસ!
  • ડીવાય ચંદ્રચુડે આપ્યું સંજીવ ખન્નાનું નામ
  • નવેમ્બરમાં ડીવાય ચંદ્રચુડ નિવૃત્ત થવા જઇ રહ્યા છે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024ના રોજ પોતાના પદ પરથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો હવે, પોતાની નિવૃતિ પહેલાં, તેમણે દેશના આગામી CJI તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના સિદ્ધાંત અનુસાર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારને ભલામણ

સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ખન્નાને આગામી CJI બનાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જો કેન્દ્ર સરકાર આ ભલામણને સ્વીકારે છે, તો જસ્ટિસ ખન્ના 10 નવેમ્બરે CJI તરીકે કાર્યભાર સંભાળશે. વર્તમાન ન્યાયમૂર્તિ ચંદ્રચુડ એ જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 23 મે, 2025 સુધી રહેશે. એટલે કે તેઓ લગભગ સાડા છ મહિના સુધી આ પદ પર રહેશે. કેન્દ્ર સરકારે, સ્થાપિત નિયમો હેઠળ, ગયા શુક્રવારે CJIને તેમના અનુગામીનું નામ સૂચવવા વિનંતી કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આ ભલામણ કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતીય ન્યાયતંત્રમાં તેમની નિષ્પક્ષતા અને કાનૂની વિદ્વતા માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટમાં બઢતી પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમને 18 જાન્યુઆરી, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે.

કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?

જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળી શે છે. તેઓ 13 મે 2025 સુધી તેમના પદ પર રહેશે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં, તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે. તેમના સાડા 4 વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહ્યા છે અને 90થી વધુ ચુકાદાઓ આપ્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. UOI vs UCC માં તે બેંચનો ભાગ હતા જેમણે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વધારાના વળતરની માંગ કરતી અરજી પર ચુકાદો આપ્યો હતો. ગયા વર્ષે, તેઓ SC અને ST માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી 3 જજની બેન્ચનો ભાગ હતા. 2019 માં, તેમણે પ્રખ્યાત 'RTI જજમેન્ટ'માં બહુમતી ચુકાદો આપ્યો હતો. 2022 માં, તેમણે કહ્યું હતું કે આર્બિટ્રેટર્સ તેમની ફી એકપક્ષીય રીતે નક્કી કરી શકતા નથી.

આ પણ વાંચો:  Haryana માં ફરી Nayab Singh Saini ની સરકાર, ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા

Tags :
Chief Justice of IndiaCJIcji chandrachudDy ChandrachudGujarat FirstHardik ShahJustice Sanjeev KhannaJustice Sanjeev Khanna will be the next CJISanjiv Khannasupreme court of indiaWho is Justice Sanjeev Khanna
Next Article