ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એવું શું થયું કે ટાંકી પર ચઢી ગયા કેબિનેટ મંત્રી?

રાજસ્થાન મંત્રી કિરોરી લાલ મીણાએ હિંમતનગરમાં ટાંકી પર ચઢી વિદ્યાર્થીઓને સમજાવ્યા SI ભરતી રદ કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ ટાંકી પર ચઢ્યા, મંત્રીએ ટાંકી પર ચઢીને કરી વાતચીત કિરોરી લાલ મીણાએ SI ભરતી રદ કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓને સમજાવ્યા મંત્રી...
09:24 PM Nov 12, 2024 IST | Hardik Shah
Rajasthan Cabinet Minister Kirodi Lal Meena
  • રાજસ્થાન મંત્રી કિરોરી લાલ મીણાએ હિંમતનગરમાં ટાંકી પર ચઢી વિદ્યાર્થીઓને સમજાવ્યા
  • SI ભરતી રદ કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ ટાંકી પર ચઢ્યા, મંત્રીએ ટાંકી પર ચઢીને કરી વાતચીત
  • કિરોરી લાલ મીણાએ SI ભરતી રદ કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓને સમજાવ્યા
  • મંત્રી મીણાની વાત પર વિશ્વાસ કરીને ટાંકી પરથી નીચે ઉતર્યા વિદ્યાર્થીઓ

Rajasthan Cabinet Minister Kirodi lal Meena : રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણા (Kirodi Lal Meena) મંગળવારના રોજ હિંમતનગરમાં એક અનોખી ઘટનાઓનો ભાગ બન્યા હતા. મંત્રીએ ઓવરહેડ ટાંકી પર ચઢી જવાનો નિર્ણય લીધો હતો. તે પોતાની સાથે ખાદ્યપદાર્થો પણ લઇને ગયા હતા. મંત્રીએ આટલા ઊંચા ચઢવાનું પસંદ કર્યું હતું કારણ કે બે વિદ્યાર્થીઓ પોલીસ SI (સબ-ઇન્સ્પેક્ટર) પરીક્ષાની રદ કરવા માટે આંદોલન કરી રહ્યા હતા.

મંત્રી કિરોરી લાલ મીણા ટાંકી પર ચઢ્યા

મીણાએ બંને યુવાનોને તેમનું આંદોલન સમાપ્ત કરીને નીચે આવવા કહ્યું. પણ યુવકે કહ્યું બાબા (મંત્રી મીણા), તમે જાતે જ ઉપર આવો. આ પછી મંત્રી મીણાએ ટાંકી પર ચઢીને યુવકો સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જે પછી તરત જ એક સીડી બોલાવવામાં આવી અને મીણા (Kirodi Lal Meena) તેમના બે સુરક્ષા કર્મચારીઓની મદદથી ટાંકીની સીડીઓ પર ચઢી ગયા. આ જોઈને બંને યુવકો પણ થોડા નીચે ઉતર્યા અને મીણાના ચરણ સ્પર્શ કર્યા. આ પછી ત્રણેય ઉપર ગયા, ચર્ચા કરી અને આંદોલન ખતમ કરવાનો નિર્ણય કર્યો.

વિરોધ કરી રહેલા બે વિદ્યાર્થીઓને સમજાવ્યા

આ પછી મીણા અને અન્ય લોકોને નીચે લાવવા માટે હાઇડ્રોલિક મશીન બોલાવવામાં આવ્યું હતું. આંદોલન ખતમ કરવાની જાહેરાત કરતા યુવાનોએ કહ્યું કે તેમને મીણાની વાત પર વિશ્વાસ છે. મંત્રીએ કહ્યું, મેં તેમને ખાતરી આપી છે કે હું તેમનો પરિચય મુખ્યમંત્રીને કરાવીશ. હું 14 નવેમ્બરે મુખ્યમંત્રીને મળીશ અને તેમની સમક્ષ યુવાનોની માંગણીઓ રજૂ કરીશ.

વિદ્યાર્થીઓ SI ની ભરતી રદ કરવાની માંગ કરી રહ્યા છે

જણાવી દઈએ કે લાડુરામ ચૌધરી (35) અને વિકાસ બિધુરી (34) રવિવારે બપોરે હિંમત નગર વિસ્તારમાં એક ઓવરહેડ પાણીની ટાંકીની સીડીઓ પર ચઢી ગયા હતા અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (SI) પરીક્ષા-2021 રદ કરવાની માંગ કરી હતી. અન્ય બેરોજગાર યુવાનોને આ સમાચાર મળતાં જ તેઓ યુવાનો સાથે એકતા દર્શાવતા સ્થળ પર પહોંચી ગયા હતા. દરમિયાન પોલીસે સ્થળને ઘેરી લીધું હતું અને ટાંકી ફરતે જાળી નાંખી હતી. પરિસ્થિતિને સંભાળવા માટે SDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો:   'ખડગેજી વોટ માટે પરિવારને ભૂલી ગયા, તેઓ સત્ય નથી કહેતા કારણ કે..!' CM યોગીનો વળતો જવાબ

Tags :
Chief Minister MeetingGujarat FirstHardik ShahHimatnagarHydraulic MachineKirodi Lal MeenaKirori Lal MeenaLaduram ChoudharyMinister's InterventionOverhead TankPolice RecruitmentPolitical EngagementProtestPublic Protest ResolutionRajasthan Cabinet MinisterRajasthan MinisterRajasthan PoliticsSDRF TeamSI Exam CancellationStudent ProtestUnemploymentVikas BidhuriYouth Protest
Next Article