ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Supreme Court: બૂથવાર મતદાન ટકાવારી અપલોડ કરવા માટે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું ? વાંચો વિગતવાર

આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની વેબસાઈટ પર બૂથવાર મતદાન ટકાવારી અપલોડ કરવાની અરજી મુદ્દે સુનાવણી કરી હતી. જે દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે તે તેની વેબસાઇટ પર બૂથવાર મતદાન ટકાવારીના ડેટા અપલોડ કરવાની માંગ પર વિચાર કરવા તૈયાર છે. કોર્ટે આ મુદ્દે 10 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.
06:35 PM Mar 18, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Supreme Court Election Commissiion

 

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચની એ રજૂઆતની નોંધ લીધી કે તે તેની વેબસાઇટ પર બૂથવાર મતદાન ટકાવારીનો ડેટા અપલોડ કરવાની માંગ પર વિચાર કરવા તૈયાર છે. કોર્ટે અરજદારોને 10 દિવસની અંદર ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બેન્ચ 2019માં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરાયેલી બે પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. ગત વર્ષે પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ મુદ્દે સવાલ કરતા ચૂંટણી પંચે નિવેદન આપ્યું હતું કે,  અમારી વેબસાઈટ પર બૂથવાર મતદાનની ટકાવારીનો ડેટા અપલોડ કરવાથી ચૂંટણીનું વાતાવરણ બગડવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Chandrayaan-5: ઈસરોના ચંદ્રયાન-5 મિશનને મળી મંજૂરી, ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર

મુખ્ય ચૂંટણી કમિશનર ચર્ચા કરવા તૈયાર

જાહેર હિતની અરજીઓમાં ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર બૂથવાર મતદાન ટકાવારીનો ડેટા કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મણીન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અરજદારોને મળવા અને ફરિયાદ પર ચર્ચા કરવા માંગે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે 2 પીઆઈએલ દાખલ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. એડીઆરની જેમ જ તૃણમુલ સાંસદ મહુઆ મોઈત્રાએ પણ ચૂંટણી પંચ દ્વારા અપલોડ કરવામાં આવતી પદ્ધતિ બદલવા મુદ્દે પીઆઈએલ કરી હતી.

ગત વર્ષે પણ સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો હતો

ગયા વર્ષે 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજીઓ મુદ્દે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ચૂંટણી પંચે NGOની માંગનો વિરોધ કરતા કહ્યું હતું કે આનાથી ચૂંટણીનું વાતાવરણ બગડવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર - વ્યક્ત કરી ચિંતા

Tags :
48 hours post-electionASSOCIATION FOR DEMOCRATIC REFORMSBooth-wise voter turnout percentageChief Election CommissionerData uploadElection CommissionGujarat FirstMahua MoitraManindra SinghPIL Public Interest LitigationReport submissionSupreme Court