Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Update : દેશના આ રાજ્યમાં ભારે વરસાદે તારાજી, 14ના મોત

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી મેરઠમાં 10 અને સમગ્ર રાજ્યમાં 14 લોકોના મોત  નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે Weather Update : દેશના અનેક ભાગોમાં હજુ પણ ચોમાસા (Monsoon) ની અસર જોવા મળી રહી છે, પરંતુ હવામાન વિભાગના...
weather update   દેશના આ રાજ્યમાં ભારે વરસાદે તારાજી  14ના મોત
  • ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી
  • મેરઠમાં 10 અને સમગ્ર રાજ્યમાં 14 લોકોના મોત 
  • નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે

Weather Update : દેશના અનેક ભાગોમાં હજુ પણ ચોમાસા (Monsoon) ની અસર જોવા મળી રહી છે, પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થતો જોવા મળી રહ્યો છે. બિહાર અને ઉત્તરાખંડ (Bihar and Uttarakhand) માં આગામી કેટલાક દિવસોમાં વરસાદ (Rain) ની સંભાવના છે. જ્યારે દિલ્હીમાં વરસાદ (Rain in Delhi) ની શક્યતા ઓછી જોવા મળી રહી છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને બહુ ઓછા વરસાદની શક્યતા છે. હવામાન શુષ્ક અને આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે 14 લોકોના મોતના સમાચાર છે.

Advertisement

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 14ના મોત

મેરઠમાં 10ના મોત: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિશય વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની ઓફિસ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, મેરઠમાં 'અતિશય વરસાદ'ને કારણે આ મોત થયા છે. જોકે, અહેવાલમાં મૃત્યુના કારણો વિશે વધુ વિગતો આપવામાં આવી નથી. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે કુલ 14 લોકોના મોત થયા છે. મેરઠ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ સંબંધિત અકસ્માતોમાં લોકોના મોત થયા છે. રાજ્યના વોટરશેડ વિસ્તારોમાં વ્યાપક વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાના કારણે ગંગા, શારદા અને ઘાઘરા સહિતની અનેક નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. વરસાદને કારણે થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.

Advertisement

ઉત્તર પ્રદેશમાં પૂરની વિકટ સ્થિતિ, હજારો લોકો પ્રભાવિત

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં વધારાને કારણે નીચાણવાળા વિસ્તારો અને કોલોનીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ગંગા નદી કાચલા બ્રિજ (બદાઉન), યમુના ઔરૈયા, કાલ્પી, જાલૌન, હમીરપુર, શારદા નદી પાલિયાકલાન અને શારદા નગર (લખીમપુર ખેરી), ઘાઘરા નદી એલ્ગીન બ્રિજ (બારાબંકી) અને અયોધ્યામાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.2 મીમી વરસાદ નોંધાયો છે. પ્રયાગરાજમાં ફુલપુરના બદરા સોનૌટી ગામ, કરચના અને દારાગંજના ભાગેસર દિલ્હી ગામના પૂર પ્રભાવિત લોકોને બચાવવા માટે બોટની મદદ લેવામાં આવી રહી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ફાયનાન્સ એન્ડ રેવન્યુ વિનય કુમાર સિંહે જણાવ્યું કે 15 વિસ્તારોમાંથી 1130 લોકો આશ્રય ગૃહોમાં રહે છે અને જિલ્લાના લગભગ પાંચ હજાર લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર પૂરની સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે અને રાહત અને બચાવ કામગીરીને ઝડપથી આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે. રાહત કામગીરી માટે સરકારી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે અને પ્રભાવિત લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણ 38 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 38 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 11 વીજ પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ રવિવારે આ માહિતી આપી હતી. સ્થાનિક હવામાન વિભાગે બુધવાર માટે રાજ્યના 6 જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે પવન અને વાવાઝોડાની 'Yellow' ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જારી રહેશે. દરમિયાન, રાજ્યના ઘણા ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો જેમાં શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ 53 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ પણ વાંચો:  Himachal Pradesh માં ભારે વરસાદ બાદ 31 રસ્તાઓ થયા બંધ

Tags :
Advertisement

.