Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Varanasi : સાઈબાબાને લઇને ફરી શરૂ થયો વિવાદ! 14 મંદિરોમાંથી હટાવવામાં આવી મૂર્તિઓ

વારાણસીમાં સાંઈબાબાની પ્રતિમાને લઈને વિવાદ બ્રાહ્મણ સભાએ કાશીના 14 મંદિરોમાંથી હટાવી મૂર્તિઓ સૌ પ્રથમ બડા ગણેશ મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવાઈ Sai Baba Murti Controversy : ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) માં એક નવો વિવાદ ઉભો થઇ ગયો છે. જ્યાથી...
varanasi   સાઈબાબાને લઇને ફરી શરૂ થયો વિવાદ  14 મંદિરોમાંથી હટાવવામાં આવી મૂર્તિઓ
Advertisement
  • વારાણસીમાં સાંઈબાબાની પ્રતિમાને લઈને વિવાદ
  • બ્રાહ્મણ સભાએ કાશીના 14 મંદિરોમાંથી હટાવી મૂર્તિઓ
  • સૌ પ્રથમ બડા ગણેશ મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવાઈ

Sai Baba Murti Controversy : ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) માં એક નવો વિવાદ ઉભો થઇ ગયો છે. જ્યાથી મંદિરોમાંથી સાંઈબાબા (Sai baba) ની મૂર્તિઓ હટાવવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રિય બ્રાહ્મણ સભા (Central Brahmin Sabha) ના વિરોદ બાદ વારાણસી (Varanasi) માં અત્યાર સુધી 14 મંદિરોથી સાઈબાબા (Sai baba) ની મૂર્તિઓને હટાવવામાં આવી ચુકી છે. જેના કારણે જિલ્લામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભારે હંગામો મચી ગયો છે. હિન્દુ સંગઠન દ્વારા આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ભગવાનના મંદિરમાં સાંઈની મૂર્તિની સ્થાપના ન કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું.

14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવી દેવામાં આવી

ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) માં કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ 14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. જેને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના વિરોધ બાદ પ્રતિમાઓને હટાવવાનું અભિયાન શરૂ થયું હતું, હવે તેને એક અભિયાન બનાવવામાં આવી રહ્યું છે. વારાણસી (Varanasi) માં સૌથી પહેલા બડા ગણેશ મંદિરમાં સ્થાપિત સાંઈબાબા (Sai baba) ની મૂર્તિને હટાવી દેવામાં આવી છે. આ પછી અગસ્તેશ્વર, ભૂતેશ્વર સહિત 14 મંદિરોમાંથી મૂર્તિને હટાવી દેવામાં આવી છે. ત્યારબાદ સાઈબાબાને અનુસરતા જૂથમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેઓ બ્રાહ્મણ સભાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, બ્રાહ્મણ સભાના લોકો સાંઈબાબાની પૂજાને ભૂતપૂજા માની રહ્યા છે અને તેમને સનાતન વિરોધી ગણાવી રહ્યા છે.

Advertisement

Advertisement

ક્યારે શરૂ થયો વિવાદ?

તેની શરૂઆત રવિવારે જ્યારે સનાતન રક્ષક દળના સભ્યોએ બડા ગણેશ મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવી. સોમવારે પુરુષોત્તમ ભગવાન મંદિરમાં પણ આવું બન્યું હતું. આવું કરનારા લોકોનું કહેવું છે કે સાઈ બાબાની પૂજા કરવી સનાતનમાં કોઈ જોગવાઈ નથી અને ન તો શાસ્ત્રોમાં તેનો કોઈ પુરાવો છે. માહિતીના અભાવે લોકો મંદિરોમાં સાંઈ બાબાની મૂર્તિઓ સ્થાપિત કરી રહ્યા છે જે ખોટું છે. જોકે, સાંઈ બાબા સામે વિરોધ કોઈ નવી વાત નથી. અગાઉ જ્યોતિષ અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ તેમની સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે પણ આ અંગે ભારે હોબાળો થયો હતો. હવે ફરી એકવાર કાશીમાં આ મુદ્દો ઉભો થયો છે. પરંતુ, આ વખતે આ મામલો પણ રાજકીય સ્વરૂપ લેતો જોવા મળી રહ્યો છે. SP MLC આશુતોષ સિન્હાએ આનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો:  Supreme : દબાણ કરીને બનેલા મંદિર કે મસ્જિદ કે દરગાહ હોય..તેને તોડવા જોઇએ

Tags :
Advertisement

.

×