Vande Bharat Trains : PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી; જાણો રૂટ, સ્ટોપેજ અને સમય
- PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી
- નવી વંદે ભારત ટ્રેનો - ચેન્નાઈથી નાગરકોઈલ, મદુરાઈથી બેંગલુરુ, અને મેરઠથી લખનૌ
- ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં શરૂ થશે નવી વંદે ભારત ટ્રેનો
Vande Bharat Trains : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યો માટે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોની શરૂઆત કરશે. આ નવી ટ્રેનો દેશભરમાં 280 થી વધુ જિલ્લાઓને જોડતી 100 કાર્યરત વંદે ભારત ટ્રેનોના નેટવર્કમાં જોડાશે.
અનોખી વંદે ભારત ટ્રેનો - ચેન્નાઈ, મદુરાઈ અને મેરઠની યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 અલગ-અલગ વંદે ભારત ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા લીલી ઝંડી (Green Signal) આપશે. આમાં ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોઈલ, મદુરાઈથી બેંગલુરુ કેન્ટોનમેન્ટ અને મેરઠ શહેરથી લખનૌ સુધીની ટ્રેનો સામેલ છે.
ચેન્નાઈથી નાગરકોઈલ - તહેવારોને રાખીને આયોજિત સેવા
ચેન્નાઈથી નાગરકોઈલ જતી વંદે ભારત ટ્રેન (Vande Bharat Trains) , ચેન્નાઈ એગમોરથી બુધવાર સિવાય દરરોજ દોડશે. આ ટ્રેન યાત્રાળુઓને મદુરાઈ અને કન્યાકુમારીના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે અનુકૂળ રહેશે. ટ્રેન નંબર 20627 ચેન્નાઈથી સવારે 5 વાગ્યે શરૂ થઈને બપોરે 1:50 વાગ્યે નાગરકોઈલ પહોંચશે, જેના સ્ટોપમાં વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને મદુરાઈ જેવા સ્થળો સામેલ છે.
Vande Bharat Trains : PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી; જાણો રૂટ, સ્ટોપેજ અને સમય#PMNarendraModi #VandeBharatExpress #indianrailways #highspeedtrain #trainlaunch #trainjourney #RailNetwork #traintravel #TravelIndia #GujaratFirst pic.twitter.com/faNDzEyrRR
— Gujarat First (@GujaratFirst) August 31, 2024
મદુરાઈથી બેંગલુરુ કેન્ટોનમેન્ટ - મહત્ત્વપૂર્ણ શહેરોનું જોડાણ
મદુરાઈ અને બેંગલુરુ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ સુધી ચાલશે. આ ટ્રેન તમિલનાડુના મદુરાઈ અને કર્ણાટકના બેંગલુરુને જોડશે. ટ્રેન સવારે 5:15 વાગ્યે મદુરાઈથી નીકળી 1 વાગ્યે બેંગલુરુ પહોંચશે, જેમાં તે ડિંડીગુલ, તિરુચિરાપલ્લી અને સાલેમ જેવા શહેરોમાં રોકાશે.
મેરઠથી લખનૌ - ધાર્મિક પ્રવાસનને વેગ
મેરઠથી લખનૌ સુધીની વંદે ભારત ટ્રેન ધર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે, તે મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. ટ્રેન મેરઠ શહેરથી સવારે 6:35 વાગ્યે શરૂ થઈને 1:45 વાગ્યે લખનૌ પહોંચશે, જેમાં તે મુરાદાબાદ અને બરેલીમાં રોકાશે. આ ટ્રેન તીર્થસ્થળો વચ્ચે તીવ્ર મુસાફરી સુવિધા પૂરી પાડે છે.
આ પણ વાંચો: આવતીકાલથી આ રાજ્યોમાં શરું કરાશે 3 નવી Vande Bharat trains