December માં શરૂ થશે જાપાન જેવી Vande Bharat સ્લીપર ટ્રેન!
- ભારતીય રેલવે માટે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવવા માટે જઈ રહ્યા છે
- ભારતીય રેલ્વેની પ્રથમ Vande Bharat સ્લીપર ટ્રેન 2024ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા
- આ ટ્રેનનું ટ્રાયલ રન બે મહિના સુધી ચાલશે
Vande Bharat Sleeper Train : ભારતીય રેલવે માટે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવવા માટે જઈ રહ્યા છે. મળતી માહિતીના અનુસાર, ભારતીય રેલ્વેની પ્રથમ Vande Bharat સ્લીપર ટ્રેન 2024ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. વંદે ભારત ટ્રેનને 2019માં ચેર-કાર ટ્રેનના સફળ લોન્ચ બાદ, આ શ્રેણીની ત્રીજી આવૃત્તિ હશે. પ્રથમ સ્લીપર ટ્રેનનું ગુજરાતમાં દોડવાનું અનુમાન છે, જોકે આ અંગે હજી સત્તાવાર જાહેરાત બાકી છે. ભારતીય રેલ્વેનો લક્ષ્ય યુરોપના નાઈટજેટ સ્લીપર ટ્રેનો જેવો વિશ્વ-કક્ષાનો મુસાફરી અનુભવ કરાવવાનો છે.
ક્યારે થશે ટ્રાયલ અને પ્રારંભની પ્રક્રિયા
- Vande Bharat ટ્રેનને લઈને મોટા સમાચાર આવ્યા સામે
- હવે સ્લીપર ટ્રેન 2024ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા
- પ્રથમ સ્લીપર ટ્રેનનું ગુજરાતમાં દોડવાનું અનુમાન#VandeBharat #Bharat #Gujarat #GujaratiNews #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 24, 2024
આ ટ્રેનનું ટ્રાયલ રન બે મહિના સુધી ચાલશે, જે ટૂંક સમયમાં શરૂ થશે. સામે આવી રહેલી વિગતના અનુસાર, Vande Bharat ની પ્રથમ સ્લીપર ટ્રેન 20 સપ્ટેમ્બર સુધીમાં બેંગલુરુના ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) પ્લાન્ટમાંથી રવાના થવાની સંભાવના છે. ટ્રાયલ નોર્થ વેસ્ટર્ન રેલવે ઝોનમાં હાથ ધરાશે.
શું હશે આ ટ્રેનમાં વિશિષ્ટ સુવિધા
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષા માપદંડોનો ઉચિત ધ્યાન રાખવામાં આવ્યો છે. ટ્રેનની બોડી સ્ટેનલેસ સ્ટીલની છે અને ક્રેશ-લાયક પેસેન્જર પ્રોટેક્શન તેમજ GFRP ઈન્ટિરિયર પેનલ્સ છે. તેની ડિઝાઇન એરોડાયનેમિક છે અને તેમાં મોડ્યુલર પેન્ટ્રી શામેલ છે. ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ (EN 45545) અને વિકલાંગ મુસાફરો માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
Vande Bharat ની સફર હશે આરામદાયક
મુસાફરોના આરામ માટે અર્ગનોમિક ટોઇલેટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ સાથે સંકલિત રીડિંગ લાઇટ, અને શૌચાલય સુધી પહોંચવા માટે ફ્લોર પર એલઇડી સ્ટ્રિપ્સ જેવી સુવિધાઓ છે. નાઈટજેટ ટ્રેનોની જેમ, રાત્રે પ્રવાસે મુસાફરોને તકલીફમુક્ત અનુભવ મળે તે માટે દરેક બર્થ પર આધુનિક સવલતો હશે.
આ પણ વાંચો : Assam: ગેંગરેપનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો અને...