UP માં મહાભારત સમયના ઐતિહાસિક મંદિરમાં તોડફોડ, શિવલિંગ પણ ખંડીત કરાયું
- શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત છે શિવલિંગ
- સ્થાનિકોમાં ખુબ જ પ્રખ્યાત છે મંદિર
- પત્નીની બિમારીથી કંટાળી કરી તોડફોડ
ઉન્નાવ : ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે એક શિવલિંગ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઐતિહાસિક બિલેશ્વર મંદિરમાં તોડફોડ
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે એક શિવલિંગ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસનાં ધાડે ધાડા ઉતરી આવ્યા હતા. આરોપીની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીની ઓળખ અવધેશ કુર્મી તરીકે થઇ છે. તે પોતાની પત્નીની બિમારીથી પરેશાન હતો. જે કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : મહાકુંભ-વકફ વિવાદ, CM યોગીએ કહ્યું જમીન પર દાવો કરનારાઓની ખેર નથી
સ્થાનિકોની ઐતિહાસિક માન્યતા
આ અંગે પોલીસે જણાવ્યું કે, ઘટના પુરાવા મૌરાવા મા્ગ વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરની છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે, પોતાના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વના કારણે પ્રતિષ્ઠિત શિવલિંગ મહાભારતકાળનું છે. અમોનુઆ ખેડા ગામના લોકો અવધેશ કુર્મી પોતાની પત્નીની બિમારીથી ખુબ જ પરેશાન હતો.
આરોપીએ શિવલિંગને નુકસાન પહોંચાડ્યું
આરોપીએ હતાશ થઇને શિવલિંગને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે પોતાનો ગુનો સ્વિકારી લીધો છે. આ સાથે જ એક અન્ય શિવલિંગને ક્ષતિગ્રસ્ત કરવાની વાત પણ સ્વિકારી છે. હિંદુ જાગરણ મંચના નેતા અજય ત્રિવેદીએ આ કૃત્યની નિંદા કરતા કહ્યું કે, શિવલિંગના અપમાનથી ભક્તોની ભાવનાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ છે.
આ પણ વાંચો : 'અમે બિનજરૂરી બાબતો પર ચર્ચા નથી કરતા', રમેશ બિધુરીના નિવેદન પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા
ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત છે શિવલિંગ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ભગવાન કૃષ્ણ અને અર્જુને હસ્તિનાપુરની પોતાની યાત્રા દરમિયાન અહીં વિશ્રામ કર્યો હતો. ભગવાને કૃષ્ણએ પૂજા અર્ચના બાદ શિવલિંગનો અભિષેક કર્યો હતો. આ અનુષ્ઠાન માટે અર્જુનને જળ સ્ત્રોત બનાવવા માટે જમીન પર બાણ માર્યું હતું. જે આજે પણ મંદિર પરિસરનો હિસ્સો છે. બિલેશ્વર મહાદેવ મંદિર ભક્તો વચ્ચે ખાસુ સ્થાન ધરાવે છે.
સહારનપુરના એક મંદિરમાં પણ ચોરી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક મંદિરમાં ચોરીની ઘટના પણ સામે આવી છે. આ ઘનટા પોલીસ સ્ટેશન સદ બજાર વિસ્તારના હકીકત નગરમાં આવેલા મંદિરમાં સવારે 2 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચેની છે.ચોરે મંગળવારે મંદિરના મુખ્ય ગેટને તોડીને અંદર પ્રવેશ કર્યો. શનિદેવની મુર્તિ નજીક રોકડ અને દાનપાત્રમાંથી આશરે 4 હજાર રૂપિચાની ચોરી કરી હતી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ પહોંચીહ તી. સીસીટીવી કેમેરામાં ચોરની તમામ હરકત રેકોર્ડ થઇ હતી. ફુટેજમાં દેખાયું કે, ચોરે પહેલા મંદિરનો ગેટ તોડ્યો અને શનિદેવની પ્રતિમા પાસે ગયા. તેણે પ્રતિમાની ફ્રેમ દોડી પરંતુ સફળ નહીં થતા એક ઇંટ લઇને આવ્યો અને કાચ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ તેણે દાનપાત્ર ઉઠાવીને મંદિરના વોશબેસિન પાસે લઇ જઇને તોડી દીધું અને રોકડ કાઢી લીધી હતી.
આ પણ વાંચો : Jamnagar: ગલુડિયા પર અત્યાચારનો વીડિયો વાયરલ થતા મહિલાએ માંગી માફી