ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Uttarkashi Bus Accident: ઉત્તરકાશી જઈ રહેલી તીર્થીયાત્રીઓની બસ 20 ફૂટની ખીણમાં પડી

Uttarkashi Bus Accident: હાલમાં, ચારઘામ યાત્રાનો માહોલ ગંગોત્રી અને ઉત્તરકાશીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દિવસે અને દિવસે લોકોની તીર્થયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે તીર્થયાત્રાના સંચાલન દ્વારા ચારઘામમાં આવેલા તીર્થયાત્રીઓની સંખ્યાને લઈ આંકડો જાહેર કરવામાં આવી રહ્યા છે....
11:59 PM Jun 11, 2024 IST | Aviraj Bagda
Uttarkashi Bus Accident, Pilgrims Bus

Uttarkashi Bus Accident: હાલમાં, ચારઘામ યાત્રાનો માહોલ ગંગોત્રી અને ઉત્તરકાશીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દિવસે અને દિવસે લોકોની તીર્થયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે તીર્થયાત્રાના સંચાલન દ્વારા ચારઘામમાં આવેલા તીર્થયાત્રીઓની સંખ્યાને લઈ આંકડો જાહેર કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત યાત્રા દરમિયના મોત થયેલા લોકોના પણ આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે.

તો બીજી તરફ આજરોજ ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ (Bus Accident) ગંગનાની પાસે અકસ્માતનો ભોગ બની હતી. તે ઉપરાંત બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી. અકસ્માત થતાં જ મુસાફરોમાં ચીસાચીસ (Bus Accident) મચી ગયો હતો. પરંતુ આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું કે બસ ખાઈમાં પડતાની સાથે જ ઝાડ (Bus Accident) પર ફસાઈ ગઈ. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 26 લોકો (Bus Accident) ઘાયલ થયા છે.

આ દુર્ઘટના લગભગ રાત્રે 9 વાગે થઈ હતી

પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ જણાવ્યું કે, આ દુર્ઘટના (Bus Accident) લગભગ રાત્રે 9 વાગે થઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ ગંગનાની ચોકીના ઈન્ચાર્જ હરિમોહન પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે (Bus Accident) પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ઘાયલોને સ્થાનિક હોસ્ટિલમાં સારવાર મળી રહી

આ ઘટનામાં હલદુ ચૌદમાં રહેતી દીપા (55) નામની મહિલાનું ઘટનાસ્થળે (Bus Accident) જ મોત થયું હતું. માથામાં ઈજાના કારણે એક મુસાફરની હાલત ગંભીર છે. ઘાયલ થયેલા બાકીના મુસાફરોને પીએચસી ભટવાડી અને જિલ્લા હોસ્પિટલમાં (Bus Accident) સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, સર્ચ ઓપરેશન શરૂ

Tags :
Accidentbusbus accidentchardham yatraGangotriGujarat FirstPilgrims BusUttarkashiUttarkashi Bus Accident
Next Article