Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Uttar Pradesh Booth Capturing: યુપીમાં યુવકે ભાજપને 8 વખત મત આપ્યો હોવાનો વીડિયો બનાવી કર્યો દાવો

Uttar Pradesh Booth Capturing: ઉત્તર પ્રદેશ (Uttar pradesh) માંથી એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક વ્યક્તિ 8 વખત મતદાન કરવાનો દાવો કરી રહ્યો છે. આ અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે....
10:06 PM May 19, 2024 IST | Aviraj Bagda
Uttar Pradesh Booth Capturing, BJP, Viral Video

Uttar Pradesh Booth Capturing: ઉત્તર પ્રદેશ (Uttar pradesh) માંથી એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક વ્યક્તિ 8 વખત મતદાન કરવાનો દાવો કરી રહ્યો છે. આ અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. હવે પોલીસે આ મામલે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે આ વીડિયો (Viral Video) માં યુવક EVM મશીન પાસે ઉભો જોવા મળે છે અને વીડિયો (Viral Video) બનાવવાની સાથે તે 8 વખત વોટ કરવાનો દાવો કરે છે. આ મામલે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે Social Media એકાઉન્ટ પર વીડિયો (Viral Video) શેર કર્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, કારણ કે....ભાજપની બૂથ કમિટી ખરેખર તો લૂંટ કમિટી છે.

આ પણ વાંચો: Haryana Heatwave Guidelines: કાળઝાળ ગરમીના કારણે 31 મે સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ

વધુ એક બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો

તો સમાજવાદી પાર્ટીએ આ વીડિયો (Viral Video) શેર કરીને જણાવ્યું છે કે, ફર્રુખાબાદ લોકસભાની અલીગંજ વિધાનસભામાં, એક સગીર યુવકે બૂથ નંબર 343 ગામ ખીરિયા પમરન પર 8 વખત ભાજપની તરફેણમાં પોતાનો મત આપ્યો છે. આ ઘટના ચોક્કસપણે બૂથ કેપ્ચરિંગને દર્શાવે છે. ચૂંટણી પંચે આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Swati Maliwal Case Update: દિલ્હી પોલીસ મુખ્યમંત્રીના આવાસ પરથી પુરાવા મેળવવામાં રહી અસફળ?

વિપક્ષ પક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા

Congress નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે X.com પર લખ્યું હતું કે, ભાજપ પોતાની હાર સામે જોઈને જનાદેશને નકારવા માટે સરકારી તંત્ર પર દબાણ લાવી લોકશાહી લૂંટવા માંગે છે. કોંગ્રેસ ચૂંટણી ફરજ બજાવતા તમામ અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ સત્તાના દબાણમાં તેમની બંધારણીય જવાબદારીઓ ભૂલી ન જાય. નહિંતર, ભારતની સરકાર બનતાની સાથે જ એવી કાર્યવાહી કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ 'બંધારણના શપથ'નું અપમાન કરતા પહેલા 10 વાર વિચાર કરે.

આ પણ વાંચો: PM મોદીના TMC પર પ્રહાર, કહ્યું- BJP ના વાવાઝોડાએ TMC ના આતંકના કિલ્લાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે…

Tags :
BJPCongressElectionLok-Sabha-electionSPUttar Pradesh Booth Capturingviral videoVoteVoting
Next Article