ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jaipur Jewellery Fraud: વિદેશી મહિલાને રુ. 300 ના દાગીના 6 કરોડમાં વેચ્યા

Jaipur Jewellery Fraud: રાજસ્થાનના Jaipur માંથી છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના Jaipur માં આવેલા મનાક ચોક પાસે આવેલા એક સોનાની દુકાનમાંથી આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનાની અંદર વિદેશી મહિલા સાથે...
10:20 PM Jun 11, 2024 IST | Aviraj Bagda
Jaipur Jewellery Fraud

Jaipur Jewellery Fraud: રાજસ્થાનના Jaipur માંથી છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના Jaipur માં આવેલા મનાક ચોક પાસે આવેલા એક સોનાની દુકાનમાંથી આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનાની અંદર વિદેશી મહિલા સાથે Jaipur ના સોનાના વેપારીઓ દ્વારા 6 કરોડ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

ત્યારે એક અહેવાલ અનુસાર, અમેરિકાની મહિલા ચેરિશ રાજસ્થાનના Jaipur પ્રવાસે આવી હતી. ત્યારે ચેરિશ Jaipur માં આવેલા પ્રખ્યાત સરફા સોના-ચાંદીના માર્કેટમાં ખરીદી કરવા માટે આવી હતી. ત્યારે તેણીએ બજારમાં આવેલા મનાક ચોક પાસે આવેલી એક દુકાનમાંથી 6 કરોડના Jewellery ઓની ખરીદી કરી હતી. જોકે મહિલા ખરીદી કર્યા બાદ અમેરિકા પરત ફરી હતી. ત્યારે એપ્રિલ 2024 માં તેણીને ખબર પડી કે, તેણીના તમામ Jewellery નકલી હતા. જોકે તેની અસલ કિંમત રુ. 300 હતી.

વિદેશી મહિલા સાથે 6 કરોડની છેતરપિંડી કરી

ત્યારે ચેરિશ ફરી એકવાર Jaipur આવીને દુકાનના માલિક રજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવ સોનીને આ અંગે રજૂઆત કરી હતી. તેમને કહ્યું કે, તમે મારી સાથે છેતરપિંડી કરી છે. હું આ Jewellery તમને પરત કરુ છું. તમે મારા 6 કરોડ રુપિયા પાછા આપો. પરંતુ દુકાનના માલિક અને તેના પુત્ર દ્વારા ચેરિશને ના પાડી દેવામાં આવી હતી. ત્યારે ચેરિશ સ્થાનિક પોલીસ સ્ટેશમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત દુકાનદાર દ્વારા પણ ચેરિશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આરોપીઓ થયા Jaipur માંથી ફરાર

તે ઉપરાંત વિદેશ દૂતાવાસ સાથે પણ ચેરિશ દ્વારા મદદ માગવામાં આવી હતી. ત્યારે દૂતાવાસની સૂચના પ્રમાણે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન દુકાન દ્વારા ચેરિશ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હાલમાં, બંને પિતા પુત્ર ફરાર છે. તે બન્નેને પકડવા માટે પોલીસ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, સર્ચ ઓપરેશન શરૂ

Tags :
AmericaGujarat FirstJaipurJaipur Jewellery FraudjewelleryRajasthanViralViral News
Next Article