UP Paper Leak Update: યુપીમાં પેપર લીક મામલે એક્શન મોડ ઓન, ભરતી બોર્ડના અધિકારી થયા બળતરફ
UP Paper Leak Update: યુપી પોલીસ (UP Police) ભરતી પરીક્ષામાં પેપર લીક થયા બાદ યોગી સરકાર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તેના અંતર્ગત યુપી સરકારે તાજેતરમાં કડક નિર્ણય લીધો છે.
- યુપી સરકારની પેપર લીક મામલે રાજ્યમાં દંડનીય કાર્યવાહી
- પોલીસ ભરતી બોર્ડના DG ને પદ પરથી બળતરફ કર્યા
- યુપી પોલીસે દ્વારા માસ્ટમાઈન્ડ આરોપીની ધરપકડ કરી
આજ રોજ યુપી (UP) સરકારે પોલીસ ભરતી બોર્ડ (Police Recruitment Board) ના DG રેણુકા મિશ્રાને તેમના પદ પરથી બળતરફ કરવામાં આવ્યા છે. જોકે હાલમાં, તેમને વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. રેણુકા મિશ્રાના સ્થાને ADG રાજીવ કૃષ્ણને ભરતી બોર્ડની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ યુપી સરકારે RO-ARO ની પ્રારંભિક પરીક્ષા રદ કરીને યુપી પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) પરીક્ષા નિયંત્રક અજય કુમાર તિવારીને પદ પરથી બળતરફ કર્યા હતા.
પેપર લીક મામલામાં કુલ 3 આરોપીઓની ધરપકડ થયેલી
UP Paper Leak Update
અગાઉ 16 અને 17 ફેબ્રુઆરીએ સમગ્ર યુપી (UP Police) માં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા (Police Recruitment Board) યોજાઈ હતી. તેમાં લગભગ 50 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. ત્યારે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ થયા બાદથી વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે. આ મામલામાં બિહારમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુપી પોલીસે દ્વારા માસ્ટમાઈન્ડ આરોપીની ધરપકડ કરી
ત્યારે પેપર લીકનો માસ્ટરમાઈન્ડ બિહાર જેલનો કોન્સ્ટેબલ નીરજ કુમાર વર્માની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ યુપી એસટીએફની ટીમે પોલીસ ભરતીની પરીક્ષામાં તોડફોડ કરીને પેપર બહાર પાડનાર ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રયાગરાજના રહેવાસી અજય સિંહ ચૌહાણ અને સોનુ સિંહ યાદવ તરીકે થઈ છે.
આ પણ વાંચો: Lok Sabha History: દેશની પ્રથમ લોકસભા ચૂંટણીથી લઈ 2019 સુધી ઉમેદવારીમાં અધધધ વધારો