Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : મેરઠમાં મોટી દુર્ઘટના; 3 માળનું મકાન ધરાશાયી, અંદાજે 10 લોકો કાટમાળ નીચે દટાયા

મેરઠમાં મકાન ધરાશાયી, 10થી વધુ દટાયા મેરઠમાં દુર્ઘટના: 3 માળનું મકાન ધરાશાયી બચાવ કામગીરી પૂરજોશથી ચાલી રહી છે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી દુર્ઘટના (A major accident) ઘટી છે જેમાં 10 લોકો ઘાયલ (Injured) થયાના અહેવાલ છે. મળતી માહિતી...
up   મેરઠમાં મોટી દુર્ઘટના  3 માળનું મકાન ધરાશાયી  અંદાજે 10 લોકો કાટમાળ નીચે દટાયા
  • મેરઠમાં મકાન ધરાશાયી, 10થી વધુ દટાયા
  • મેરઠમાં દુર્ઘટના: 3 માળનું મકાન ધરાશાયી
  • બચાવ કામગીરી પૂરજોશથી ચાલી રહી છે

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી દુર્ઘટના (A major accident) ઘટી છે જેમાં 10 લોકો ઘાયલ (Injured) થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મેરઠના ઝાકિર કોલોની વિસ્તારમાં શેરી નંબર 6 પાસે 3 માળનું મકાન ધરાશાયી થયું હતું. 8થી 10 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. 2 લોકોને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. જોકે, અંધારું વધી રહ્યું હોવાના કારણે અને તાજેતરમાં હળવો વરસાદ પડી રહ્યો હોવાના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.

Advertisement

મેરઠમાં મકાન ધરાશાયી

શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં એક 3 માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા. મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે આ મકાન ધરાશાયી થયું હોવાની શક્યતા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. NGRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. મેરઠના કમિશનર સેલવા કુમારી જે, એસએસપી વિપિન ટાડા અને એસપી સિટી આયુષ વિક્રમ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટના પર ગંભીર નોંધ લીધી છે અને રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે.

Advertisement

બચાવ કામગીરીમાં આવી રહી છે તકલીફો

માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. શહેરનો જૂનો વિસ્તાર અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાને કારણે JCB અંદર જઈ શકતું નથી. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એસપી સિટી આયુષ વિક્રમ સિંહનું કહેવું છે કે રેસ્ક્યુ બાદ માલવાને હટાવવામાં આવી રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ અકસ્માતની નોંધ લીધી છે અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી છે. તેમજ મુખ્યમંત્રીએ બચાવ કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું છે.

આ પણ વાંચો:  બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું કોલકાતા, દહેશતનો જોવા મળ્યો માહોલ

Advertisement

Tags :
Advertisement

.