Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP: સોનભદ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રેલર-બસની ટક્કર, એક જ પરિવારના 4 લોકોના મોત

આ અકસ્માત યુપીના સોનભદ્રમાં થયો છે. આ અકસ્માતમાં બે મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.
up  સોનભદ્રમાં ભયાનક માર્ગ અકસ્માત  ટ્રેલર બસની ટક્કર  એક જ પરિવારના 4 લોકોના મોત
Advertisement
  • ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા
  • પરિવાર મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો

Horrific road accident in Sonbhadra : ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. સાથે જ સાત લોકો ઘાયલ થયા છે. આ પરિવાર છત્તીસગઢના રાયપુરથી બોલેરોમાં મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને બોલેરોની સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બોલેરોના કુરચા નીકળી ગયા છે.ઘટના બાદ ટ્રેલર ચાલક વાહન મુકીને ફરાર થઇ ગયો હતો.

ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

આ અકસ્માત બાભાણીના દારણ ખાડ ગામમાં થયો છે. મળતી માહિતી મુજબ, એક ટ્રેલર છત્તીસગઢથી આવી રહ્યું હતું અને તે જ સમયે, રેણુકુટ તરફથી એક બોલેરો કાર આવી રહી હતી. આ દરમિયાન, બંને વાહનો એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે મહિલાઓ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ચાર ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ક્ષતિગ્રસ્ત બોલેરોને રોડ પરથી હટાવી લીધી છે. હવે રસ્તા પરનો ટ્રાફિક દુર થઈ ગયો છે.

Advertisement

આ પણ વાંચો :  મોદી કેબિનેટે આપ્યા સારા સમાચાર, ₹8800 કરોડના ભંડોળને મંજૂરી

Advertisement

સ્થાનીક લોકોએ પોલીસને જાણ કરી

ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલોને બાભાણી સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા. ઘાયલોના પરિચિત રાજેશ કુમાર પાંડેએ જણાવ્યું કે અમે બીજા વાહનનો પીછો કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે, અમે પ્રયાગરાજ મહાકુંભમાંથી સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. જ્યારે અમને અકસ્માતના સમાચાર મળ્યા ત્યારે અમે પહેલા વાહનથી 15 કિલોમીટર દૂર હતા. તેમણે મોબાઈલ પર વાત કરતી વખતે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.

CHC સુપરિન્ટેન્ડેન્ટે શું કહ્યું?

દરમિયાન, CHC સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ફિરોઝ આલમનું કહેવું છે કે કુલ 11 લોકોને CHCમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. બે બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત હજુ પણ ગંભીર છે. તેમને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. બોલેરો અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા આ ઘટના બની હતી.

આ પણ વાંચો : દિલ્હીના CM-મંત્રી પર ભાજપે કર્યું મંથન, 14મી પછી શપથ ગ્રહણ સમારોહ યોજાશે

Tags :
Advertisement

.

×