Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP FamilyMurder Case: નશેડી પુત્રએ માતાને ગોળી મારી, તેના સંતાનોને છત પરથી ફેંકી દીધા

UP Family Murder Case: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વહેલી સવારે 11 મેના રોજ એક એવી ઘટના બની કે જેણે ઉત્તર પ્રદેશ સહિત તમામ લોકોને સ્તંભ કરી દીધા છે. એક પરિવારની અંદર સનકી પુત્ર કાળ બનીને ત્રાટક્યો હતો. આ પરિવારની અંદર વહેલી...
06:43 PM May 11, 2024 IST | Aviraj Bagda
UP Family Murder Case

UP Family Murder Case: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વહેલી સવારે 11 મેના રોજ એક એવી ઘટના બની કે જેણે ઉત્તર પ્રદેશ સહિત તમામ લોકોને સ્તંભ કરી દીધા છે. એક પરિવારની અંદર સનકી પુત્ર કાળ બનીને ત્રાટક્યો હતો. આ પરિવારની અંદર વહેલી સવારે એક સાથે 5 લોકોનો મોત નિપજ્યા હતા. જોકે આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

એક અહેવાલ અનુસાર,વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ સીતાપુરમાં આવેલા પલ્હાપુર ગામામાં રહેતો અનુરાગ ઠાકુરને નશીલા પદાર્થનો આદિ હતો. તેના કારણે પરિવારજનો દ્વારા તેને નશામુક્ત કેન્દ્રમાં દાખલ કરવાની પરિવારજનો દ્વારા તૈયારી કરવામાં આવી હતી. જો આ ઘટનામાં અનુરાગની તેના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી સાથે 10 મેની મોડી રાત સુધી ઝઘડો થયો હતો. પરંતુ આ ઘટનાને લઈ અનુરાગના મનમાં રોષ ભરાયેલો હતો.

આ પણ વાંચો: દેશના નવા વડાપ્રધાન PM Modi નહીં પણ Amit Shah બનશે? અમિત શાહે કરવો પડ્યો ખુલાસો

3 સંતાનોને એક-એક કરીને છત પરથી ફેંકી દીધા

ત્યારે 11 મેના રોજ સવારે અનુરાગ ઠાકુરે સૌ પ્રથમ તેની માતાને ગોળી મારી હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે હથોડા વડે તેણે પોતાની પત્નીની હત્યા કરી, અને અંતે તેણે પોતાના 3 સંતાનોને એક-એક કરીને છત પરથી ફેંકી દીધા હતા. અંતે અનુરાગ ઠાકુરે પોતાની ગોળી મારી આત્મહત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સ્થાનિકો સામે બની હતી. ત્યારે સૌ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

આ પણ વાંચો: Char Dham Yatra ના યાત્રીઓ આ વાત નોંધી લે..

મૃતકોની યાદી

આ મામલે પોલીસે કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. તેના અંતર્ગત અનુરાગ ઠાકુર 42 વર્ષ, તેની માતા સાવિત્રી (65), પત્ની પ્રિયંકા (40), નાની પુત્રી આશ્વી (10), મોટી પુત્રી અશ્વિની (12) અને પુત્ર અદ્વૈત (6)ના મોત નિપજ્યા છે.

આ પણ વાંચો: Election Commission of India-કોંગ્રેસ અધ્યક્ષને આકરા શબ્દોમા જવાબ

Tags :
Family MurderUPUP Family Murder CaseUP PoliceUttar Pradesh
Next Article