UP Factory Blast: યુપની કૌશામ્બીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો વિશાનકારી બ્લાસ્ટ, CM Yogi આવ્યા એક્શનમાં
UP Factory Blast: ઉત્તર પ્રદેશના (UP) કૌશામ્બીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ બ્લાસ્ટ (Factory Blast) થયો હતો. આ ઘટના જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તાર હેઠળના ભરવરી શહેરના શરાફત અલીમાં બની હતી.
ઘટનામાં 5 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ
એક અહેવાલ અનુસાર અહીં લગ્ન માટે ફટાકડા (Firecracker) બનાવવામાં આવી રહ્યા હતા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ SP સહિત અનેક પોલીસ સ્ટેશન (Police Station) ના પોલીસ (Police) પણ ત્યાં પહોંચી ગયા હતા.
- UP ની એક ફટાકડા બનાવતી કંપનીમાં થયો બ્લાસ્ટ
- બ્લાસ્ટનો અવાજ ઘણા કિમી દુર સંભળાયો હતો
- ઘટનામાં 5 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ
- હજુ પણ ઘણા લોકો ફેક્ટરીમાં ફસાયેલા
- પોલીસ અને અગ્નિશામક દળએ બચાવ કામગીરી શરૂ કરી
સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પણ આ ઘટનાની નોંધ લીધી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. સીએમ યોગી (CM Yogi Adityanath) એ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.
હજુ પણ ઘણા લોકો ફેક્ટરીમાં ફસાયેલા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ફટાકડા (Firecracker) ની ફેક્ટરીમાં વિસ્ફોટ (Factory Blast) એટલો ભયંકર હતો કે ફટાકડા (Firecracker) ના ટુકડા ઘણા કિલોમીટર દૂર સુધી ઉડી ગયા હતા. ત્યારે તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે. આ ઘટનામાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી નારાજ લોકોએ ત્યાંના પ્રશાસન સામે વિરોધ પણ કર્યો છે. આ ફેક્ટરી કૌશલ અલી નામની વ્યક્તિની હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: Goods Train Accident: માલ સામાન ભરેલી ટ્રેનના ડ્રાઈવરે ચા પીવાના ચક્કરમાં હજારો લોકોના જીવ મૂક્યા જોખમમાં