ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો 60મો જન્મદિવસ : PM મોદી સહિત રાજકીય નેતાઓએ પાઠવી શુભકામનાઓ

"અમિત શાહના 60મા જન્મદિવસે PM મોદીની વિશેષ શુભેચ્છા" "અમિત શાહના યોગદાનની PM મોદીએ કરી પ્રશંસા" "જન્મદિવસે રાજકીય નેતાઓએ આપી અમિત શાહને પાઠવી શુભેચ્છા" Union Home Minister Amit Shah's 60th birthday : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનો 60મો જન્મદિવસ...
10:24 AM Oct 22, 2024 IST | Hardik Shah
Amit Shah Birthday

Union Home Minister Amit Shah's 60th birthday : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ શાહના સંગઠન અને સરકારમાં કરેલા યોગદાનની પ્રશંસા કરતા તેમને એક મહેનતુ નેતા તરીકે ગણાવ્યા છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર, યોગી આદિત્યનાથ સહિત દેશભરના ઘણા મોટા નામ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. તેમના કાર્યકાળમાં, 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે 300થી વધુ બેઠકો જીતીને એક નવો ઇતિહાસ રચ્યો હતો.

PM મોદીએ અમિત શાહ વિશે શું કહ્યું?

PM મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "અમિત શાહ જીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેઓ એક મહેનતુ નેતા છે જેમણે ભાજપને મજબૂત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે એક અસાધારણ પ્રશાસક તરીકે પોતાની ઓળખ બનાવી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. હું તેમને લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

CM યોગી, જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાને અભિનંદન પાઠવ્યા

UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન આપતા તેમણે લખ્યું છે કે, “ શિસ્ત અને સખત પરિશ્રમના જીવંત પ્રતીક, કરોડો કાર્યકરો માટે પ્રેરણાના સ્ત્રોત, સહકાર દ્વારા સમૃદ્ધિની ભાવના અમલમાં મૂકતા લોકપ્રિય જાહેર નેતા આદરણીય કેન્દ્રીય ગૃહ અમિત શાહ જીને જન્મદિવસના હાર્દિક અભિનંદન! સમૃદ્ધ, સુરક્ષિત અને મજબૂત રાષ્ટ્ર બનાવવાની તમારી પ્રતિબદ્ધતાએ ભારત માતાને સતત ગૌરવ અપાવ્યું છે. હું ભગવાન શ્રી રામને તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું."

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પાઠવી શુભકામનાઓ

આ સિવાય કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓએ પણ શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નડ્ડાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે હું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શાશ્વત શુભેચ્છાઓ આપું છું. રાષ્ટ્ર પ્રત્યે તમારી મહેનત, સમર્પણ અને સંગઠનાત્મક કૌશલ્ય અમારા બધા ભાજપના કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત છે. દેશના ગૃહ પ્રધાન તરીકે, રાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષામાં તમારું નોંધપાત્ર યોગદાન અવિસ્મરણીય છે. હું તમારા સારા સ્વાસ્થ્ય, લાંબા અને સફળ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો:  Taslima ની વિનંતી....અમિત શાહજી...પ્લીઝ.....

Tags :
2019 Lok Sabha electionsAmit ShahAmit Shah 60th birthdayAmit Shah Birthdayamit shah birthday wishesAmit Shah BJP leadershipAmit Shah BJP presidentAmit Shah contributionsAmit Shah national security contributionsAmit Shah public serviceBJP achievements under Amit ShahGujarat FirstHardik ShahHome Minister Amit ShahIndian political leadersJP Nadda birthday messageNarendra Modi praise Amit Shahpm modiPM Modi birthday wishes amit shahPM Modi wishes Amit ShahUnion Home Minister Amit Shah's 60th birthdayYogi Adityanath birthday wishes
Next Article