Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Cabinet Decisions : ગરીબોને ડિસેમ્બર 2028 સુધી મફત અનાજ વિતરણ

2028 સુધી મફત અનાજ વિતરણ ચાલુ રહેશે, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય PM ગરીબ કલ્યાણ યોજના: મફત અનાજ વિતરણની મુદત વધારી લોથલ બનશે વિશ્વનું સૌથી મોટું દરિયાઈ વારસાનું કેન્દ્ર મફત અનાજ વિતરણમાં 4 વર્ષનો વધારો, ખર્ચ 17,082 કરોડ કેન્દ્રીય કેબિનેટ: સરહદી...
union cabinet decisions   ગરીબોને ડિસેમ્બર 2028 સુધી મફત અનાજ વિતરણ
Advertisement
  • 2028 સુધી મફત અનાજ વિતરણ ચાલુ રહેશે, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય
  • PM ગરીબ કલ્યાણ યોજના: મફત અનાજ વિતરણની મુદત વધારી
  • લોથલ બનશે વિશ્વનું સૌથી મોટું દરિયાઈ વારસાનું કેન્દ્ર
  • મફત અનાજ વિતરણમાં 4 વર્ષનો વધારો, ખર્ચ 17,082 કરોડ
  • કેન્દ્રીય કેબિનેટ: સરહદી વિસ્તારોમાં 2280 કિમીના નવા રસ્તા
  • રાજસ્થાન-પંજાબમાં નવા હાઇવે, 4406 કરોડના ખર્ચે માર્ગ વિકાસ

Union Cabinet Decisions : આજે બુધવારના રોજ કેન્દ્રિય કેબિનેટ (Union Cabinet) ની બેઠક મળી હતી. જેમા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે મફત અનાજ વિતરણને 4 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Minister Ashwini Vaishnav) પ્રેસ કોન્ફરન્સ (Press Conference) માં જણાવ્યું હતું કે, સરકાર હવે 2028 સુધી ગરીબોને મફત અનાજ આપશે.

ડિસેમ્બર 2028 સુધી મફત અનાજ વિતરણ

આજે મળેલી કેબિનેટે ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય લાભાર્થી યોજનાઓ હેઠળ મફત અનાજ વિતરણ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તેના પર 17,082 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2280 કિલોમીટરના રસ્તા બનાવવાનો નિર્ણય પણ કેબિનેટમાં લેવામાં આવ્યો છે. આ કામમાં 4406 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ માટે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા સુધરશે. મુસાફરી સરળ બનશે. નવા રસ્તાઓ સમગ્ર બાકીના હાઈવે નેટવર્ક સાથે જોડવામાં આવશે.

Advertisement

Advertisement

ગુજરાતના લોથલ બનશે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

આ સાથે કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવાનો છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે જ્યારે તે તૈયાર થશે ત્યારે તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ હશે. આપણી સમૃદ્ધ દરિયાઈ વિવિધતાનું સંરક્ષણ અને વિકાસ કરવાની જરૂર છે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ યુવાનો માટે લગભગ 22,000 રોજગારીની તકોનું સર્જન કરશે. તેમાંથી 15,000 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ રોજગારીની તકો હશે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ અને વેપારીઓ સહિત અન્ય ઘણા વર્ગોને ફાયદો થશે.

આ પણ વાંચો:  PM Modi :" હિન્દુઓમાં જેટલું વિભાજન થશે તેટલો કોંગ્રેસને ફાયદો થશે..."

Tags :
Advertisement

Related News

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
રાષ્ટ્રીય

ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

featured-img
રાષ્ટ્રીય

100 વિદ્યાર્થીનીઓના શર્ટ કઢાવી નાખ્યા, માત્ર બ્લેઝર પહેરાવીને ઘરે મોકલાઇ

×

Live Tv

Trending News

.

×