Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu and Kashmir Reorganisation Amendment Bill: જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રાજ્યસભામાં પસાર થયા

જમ્મુ-કાશ્મીર સંબંધિત આરક્ષણ-પુનર્ગઠન બિલ  જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ 2023 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 11 ડિસેમ્બરે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બિલને લઈને રાજ્યસભામાં ચર્ચા બાદ ધ્વનિમતથી મંજૂર કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર...
jammu and kashmir reorganisation amendment bill  જમ્મુ કાશ્મીર સંબંધિત બે બિલ રાજ્યસભામાં પસાર થયા
Advertisement

જમ્મુ-કાશ્મીર સંબંધિત આરક્ષણ-પુનર્ગઠન બિલ 

જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ 2023 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 11 ડિસેમ્બરે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બિલને લઈને રાજ્યસભામાં ચર્ચા બાદ ધ્વનિમતથી મંજૂર કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના ઘણા સભ્યોએ આ દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

Advertisement

જમ્મુ-કાશ્મીરને લગતા આ બે બિલોમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ થઈ છે. તેના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે નોકરીઓમાં અનામત તેમજ વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો કરવાની જોગવાઈઓ છે. તો બીજી તરફ આ બિલો લોકસભામાં પણ પસાર થઈ ચૂક્યા છે.

Advertisement

આ બે બિલ વિધાનસભાની બેઠકમાં કરશે વધારો

જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ દ્વારા જમ્મુ-કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004 માં સુધારો જોવા મળે છે. તે SC, ST, અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને નોકરીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓમાં અનામત પ્રદાન કરે છે. તે જ સમયે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારો જોવા મળે છે. પ્રસ્તાવિત બિલ સાથે વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 83થી વધીને 90 થઈ જશે. જેમાં 7 બેઠકો SC અને 9 બેઠકો ST માટે અનામત છે. તે ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર કાશ્મીરી સ્થળાંતર સમુદાયમાંથી એક મહિલા સહિત બે સભ્યોને વિધાનસભા માટે નોમિનેટ કરી શકશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની 5 જજની સંવૈધાનિક પીઠે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો

Tags :
Advertisement

.

×