Today Weather Forecast : દેશના 15 રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ, IMD ની નવીનતમ ચેતવણી
- દિલ્હી સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં ભારે વરસાદના લીધે 15 લોકોના મોત
- IMDએ એલર્ટ જાહેર કર્યું
Today Weather Forecast : દેશના ઘણા રાજ્યો આજે વરસાદ (Rain) ની ઝપટમાં આવી ગયા છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અહીં વાતાવરણ માં અચાનક જ ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે, રાજ્યમાં આ વરસાદના કારણે 15 લોકોના મોત (15 People Dead) થયા છે. દેશની રાજધાની દિલ્હી (Delhi) માં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. દિલ્હી સહિત દેશના 15 રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ દેશભરમાં કેવું રહેશે હવામાન.
દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ
મંગળવારે દિલ્હીમાં હળવો વરસાદ નોંધાયો, જેમાં મહત્તમ તાપમાન 34.2°C અને લઘુત્તમ તાપમાન 22.2°C રહ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ માત્રામાં વરસાદ નોંધાયો, જેમ કે સફદરજંગમાં 16.8 મિમી અને લોધી રોડ પર 15.8 મિમી વરસાદ નોંધાયો હતો. બુધવારે હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી હતી કે દિલ્હીના અનેક વિસ્તારોમાં, જેમ કે દિલશાદ ગાર્ડન, વિવેક વિહાર, નજફગઢ અને દ્વારકા, તેમજ NCRના હિંડોન એએફ સ્ટેશન, નોઈડા, દાદરી અને ગ્રેટર નોઈડા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ (Weather Department) ની આગાહી મુજબ, આગામી 7 દિવસ દિલ્હી માટે મુસિબત લાાવી શકે છે. આ દિવસોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક વરસાદ પડી શકે છે. આજથી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા છે. 1 સપ્ટેમ્બરના રોજ હળવા સૂર્યપ્રકાશ સાથે વાદળો જોવા મળશે, જ્યારે 2 સપ્ટેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. 7મી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે મિશ્ર વાતાવરણને કારણે, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની ધારણા છે.
આ રાજ્યોમાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આજ અને આવતીકાલે પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા છે, કારણ કે ત્યાં લો પ્રેશરનું ક્ષેત્ર વિકસતું થઈ રહ્યું છે. સોમવારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો, અને હવે તે લો પ્રેશરનું ક્ષેત્ર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો આ પ્રદેશ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, અને ઓડિશા તરફ આગળ વધશે, તો આ રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસમાં સારો વરસાદ થઈ શકે છે.
દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવના રહેલી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, ઓડિશા, કેરળ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર, અને આંધ્રપ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોએ તૈયારી રાખવી જોઈએ અને જરૂરી તકેદારી રાખવી જોઈએ.
આ પણ વાંચો: Weather Update : ગુજરાત સહિત આ 14 રાજ્યો માટે IMD એ એલર્ટ જાહેર કર્યું