TMC Manifesto Declared: CM મમતા બેનર્જીએ ઘોષણા પત્રમાં CAA દેશમાં રદ કરવાની જાહેરાત કરી
TMC Manifesto Declared: આગામી 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થવાનો છે. ત્યારે લોકસભા ચૂંટણી 2024 ના અન્વયે દરેક પાર્ટીઓએ પોતાનો Manifesto એક પછી એક જાહેર કર્યો છે. તેના અંતર્ગત સૌ પ્રથમ Congress પાર્ટીએ ચૂંટણીને અનુલક્ષીને ન્યાય પત્ર અને ભાજપે મોદીની ગેરંટી: વિકસિત ભારત 2047 નામનો Manifesto જાહેર કર્યો હતો.
#WATCH | West Bengal: TMC releases its manifesto for the upcoming Lok Sabha elections, in Kolkata. pic.twitter.com/GqslvtrJyf
— ANI (@ANI) April 17, 2024
ત્યારે વધુ એક પાર્ટીએ આજરોજ પોતાના Manifesto જાહેર કર્યો છે. તેના અંતર્ગત બંગાળની સત્તાધારી પાર્ટી TMC એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પોતાનો Manifesto જાહેર કર્યો છે. TMC પાર્ટીના નેતા ડેરેક ઓ'બ્રાયન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ Manifesto બહાર પાડ્યો છે. પાર્ટીના Manifesto માં જાહેરાત કરવામાં આવી છે કે બંગાળમાં NRC લાગુ કરવામાં આવશે નહીં.
Today, our leaders unveiled #DidirShopoth - our Manifesto for the upcoming Lok Sabha elections, 2024.
Curated with people's interests at its core, it caters to all sections of the society: poor, farmers, SCs, STs, women & youth.
We'll end the atrocities of BJP Zamindars &… pic.twitter.com/WUnKMXrby7
— All India Trinamool Congress (@AITCofficial) April 17, 2024
પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને MSP, SC-ST અને OBC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી Manifesto માં આપવામાં આવી છે. તે સાથે જણાવ્યું હતું કે, ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું અને બધા માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરીશું.
TMC Manifesto માં કરવામાં આવેલી સૌથી મહત્વની જાહેરાતો
- TMC Manifesto માં CAA કાયદાને રદ્દ કરવાનું અને NRC ને લાગુ ન થવા દેવાનું વચન આપ્યું
- TMC Manifesto માં તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવા અને કામદારોને દરરોજ 400 રૂપિયાનું લઘુત્તમ વેતન આપવાની વાત કરવામાં આવી
- TMC Manifesto માં તમામ BPL પરિવારોને દર વર્ષે 10 મફત LPG Cylinder આપવામાં આવશે
- TMC Manifesto માં તમામ રેશનકાર્ડ ધારકોને દર મહિને 5 Kg રાશન મફત આપવામાં આવશે. લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે અને તેના માટે કોઈ ચાર્જ ચૂકવવામાં આવશે નહીં.
- TMC Manifesto માં ઉચ્ચ શિક્ષણ માટે SC, ST અને OBC વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવશે
- TMC Manifesto માં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે
- TMC Manifesto માં સ્વામીનાથન કમિશનની ભલામણોના આધારે ખેડૂતોને MSP આપવામાં આવશે. એમએસપી પાકની સરેરાશ કિંમત કરતાં પચાસ ટકા વધુ આપવામાં આવશે.
- TMC Manifesto માં Patrol, Diesel અને LPG cylinder ના ભાવમાં ઘટાડો કરવામાં આવશે અને ભાવમાં વધઘટ ટાળવા માટે ભાવ સ્થિરીકરણ ફંડની સ્થાપના કરવામાં આવશે
- TMC Manifesto માં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની Credit Card મર્યાદા આપવામાં આવશે. ઉપરાંત, તમામ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને 25 વર્ષ માટે દર મહિને એપ્રેન્ટિસશિપ આપવામાં આવશે.
આ પણ વાંચો: Nomination Affidavit : BJP ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ…
આ પણ વાંચો: Shambhu Border Farmers: વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા ખેડૂતોએ સરકાર સામે, કુલ 11 ટ્રેન રદ
આ પણ વાંચો: Indira Gandhiના જીવનની કેટલીક રસપ્રદ હકીકતો