દિલ્હીમાં ત્રણ બદમાશોએ પ્રોપર્ટી ડીલરની ઓફિસ પર કર્યું અંધાધૂધ ફાયરિંગ
- દિલ્હીના પ્રોપર્ટી ડીલરની ઓફિસમાં ફાયરિંગ
- ફાયરિંગના કારણે અલીપુરમાં ભયનો માહોલ
- ફાયરિંગની ઘટના બાદ અલીપુરમાં તણાવ થતા પોલીસ દળો તૈનાત
- બાઇક સવારોએ પ્રોપર્ટી ડીલર ઓફિસ પર ફાયરિંગ કર્યું
- અલીપુરમાં ફાયરિંગ બાદ પોલીસની કડક કાર્યવાહી
Delhi News : સોમવારે દિલ્હીના અલીપુરમાં એક પ્રોપર્ટી ડીલરની ઓફિસ પર થયેલા ફાયરિંગ (Firing) ના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બદમાશો બાઇક પર આવ્યા અને ઓફિસ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો પરસ્પર દુશ્મનાવટના કારણે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે જેથી વધુ માહિતી મેળવી શકાય.
પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા
આ ઘટનાના પગલે અલીપુર વિસ્તારને તાત્કાલિક પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો હતો. અનેક પોલીસ અધિકારીઓ અને દળોને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. તહેવારોના સમયે લોકોમાં કોઈપણ પ્રકારની અસુરક્ષા ન અનુભવાય તે માટે પોલીસ દ્વારા પગપાળા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી લીધા છે, અને આ મામલે પોલીસે FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓને પકડવા માટે દરોડા
દિલ્હી અને હરિયાણાના વિવિધ વિસ્તારોમાં બદમાશોને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હશે. ઘટનાસ્થળેથી મળેલા બુલેટના ડબ્બાઓ પરથી તે કઇ પિસ્તોલ હતી અને બદમાશો ક્યાંથી લાવ્યા હશે તેની તપાસ કરવામાં આવી રહી છે. બદમાશોને પકડવા માટે દિલ્હી અને હરિયાણામાં કેટલીક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૈસાની લેવડદેવડના કારણે આ ફાયરિંગ થયું હતું. હાલમાં પોલીસ અધિકારીઓ આ અંગે વધુ માહિતી આપી રહ્યા નથી.
આ પણ વાંચો: Maharashtra : ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના DGP ને પદ પરથી હટાવ્યા, જાણો કેમ...