સબસીડી યુક્ત યુરિયા ખાતરના કાળા કારોબારીના આરોપીઓ ઝડપાયા
કડીના ડાંગરવા ગામ પાસે થી પોલીસે સબસીડી યુક્ત યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ અને બરોબારીયું પકડી પાડ્યું હતું જેમાં પોલીસે તાપસ દરમિયાન જવાબદાર આરોપીઓની અટકાયત કરી કરી હતી. ગેરકાયદેસર ફેકટરીમાં સોડિયમ સાઈનાઇટ બનાવાતું હતું.કડીના ડાંગરવા નજીક પકડાયેલી ખાતર ફેક્ટરી મામલે પોલીસ તપાસ દરમિયાન નવો ખુલાસો થયો છે.સબસીડી વાળા યુરિયા ખાતરનો ઉપયોગ કરીને આ ગેરકાયદેસર ફેકટરીમાં સોડિ
કડીના ડાંગરવા ગામ પાસે થી પોલીસે સબસીડી યુક્ત યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ અને બરોબારીયું પકડી પાડ્યું હતું જેમાં પોલીસે તાપસ દરમિયાન જવાબદાર આરોપીઓની અટકાયત કરી કરી હતી.
ગેરકાયદેસર ફેકટરીમાં સોડિયમ સાઈનાઇટ બનાવાતું હતું.
કડીના ડાંગરવા નજીક પકડાયેલી ખાતર ફેક્ટરી મામલે પોલીસ તપાસ દરમિયાન નવો ખુલાસો થયો છે.સબસીડી વાળા યુરિયા ખાતરનો ઉપયોગ કરીને આ ગેરકાયદેસર ફેકટરીમાં સોડિયમ સાઈનાઇટ બનાવાતું હતું.મહેસાણા એલ સી બી પોલીસે થોડા સમય પૂર્વે આ ફેકટરી નો પર્દાફાશ કર્યો હતો.દરમિયાન પોલીસ તપાસમાં આ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે.
કલોલ ઇફકો કંપની થી નીકળેલું ખાતર ધાનેરા તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘમાં પહોંચાડવાને બદલે આ કંપનીમાં લઈ જવાતું હતું.જેમાં ધાનેરાની કંસારી એગ્રો બિઝનેશના માલિક હેમતાભાઈ અને ડાંગરવા કંપનીના માલિક હર્ષદભાઈ વચ્ચે મધ્યસ્થીનું કામ યુરિયા ખાતર પહોંચાડતો ટ્રક ચાલક કરતો હતો.ટ્રક ચાલક અને કંસારી એગ્રો બિઝનેશના માલિક ખાતરનો જથ્થો સંઘમાં પહોંચી ગયો હોવાનો સંઘના કર્મચારીઓને વિશ્વાસ અપાવતા હતા.તો બીજી તરફ સંઘમાં ખાતર પહોંચવાને બદલે ખાતર ડાંગરવા કંપનીમાં પહોંચતું હતું.પોલીસ દ્વારા કલોલ ઇફકો કંપનીમાં અને ધાનેરા સહકારી ખરીદ વેચાણ સંઘ માં વધુ તપાસ હાથ ધરાઈ છે.તો પોલીસે આ કેસમાં ફેકટરી માલિક હર્ષદ પટેલ સહિત કુલ 7 ની ધરપકડ કરી છે.
હાલમાં તો 7 આરોપી ઓ પકડાઈ ગયા છે પણ સવાલો એ ઉભા થઇ રહ્યા છે કે જગતના તાત ગણાતા ખેડૂતોના હક્કનું ખાતર જે મેળવવા લાંબી લાઈનોમાં ઉભા રહી મેળવવું પડે છે તેનું બરોબારીયું ક્યારે અટકશે ? એક બાજુ ભારત ને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે ત્યારે અત્યારે ખેડૂતો બધી બાજુ પીસાઈ રહ્યા છે પોતાના હક્કના અને સબસીડી યુક્ત સરકારી યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ માં વપરાઈ જતા ખેડૂતો માં પણ તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે.હજુ પોલીસ જો ઝીણવટ ભરી તાપસ હાથ ધરે તો આવા કાળા બજારીઓનો કોઈ ટોટો નથી. આવા કલાબજારીઓ અને બરોબારીયું કરતા લે ભાગુ ઓ ને કડક સજા થાય તેવું જગતનો તાત ખેડૂત ઈચ્છી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement