આ Diwali નહીં ફૂટે ફટાકડાં! વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
- ફટાકડાંના શોખીનોને આ વર્ષે પણ લાગશે ઝટકો
- દિલ્હીમાં આ વર્ષે પણ નહીં ફોડી શકાય ફટાકડા
- દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
- ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ
- આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે
જેમ જેમ દિવાળી (Diwali) નજીક આવી રહી છે, લોકો ફટાકડા (Crackers) , નવા કપડાં (New Clothes) અને મીઠાઈઓ (Sweets) વિશે વિચારવાનું શરૂ કરી રહ્યા છે. પરંતુ આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડાના વેચાણ (Sale of firecrackers in Delhi) , ઉત્પાદન અને સંગ્રહ પર પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.
પ્રતિબંધનું કારણ શું છે?
શિયાળાની ઋતુ (Winter Season) માં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Gopal Rai) આ જાણકારી આપી છે. ગોપાલ રાયનું કહેવું છે કે, આ પ્રતિબંધનો કડક અમલ (Strict Enforcement of Ban) કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (Delhi Pollution Control Committee) અને મહેસૂલ વિભાગ (Revenue Department) સાથે મળીને કામ કરશે. ગોપાલ રાય (Gopal Rai) ના જણાવ્યા અનુસાર, આ નિર્ણયના સફળ અમલીકરણ માટે સરકાર દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (Delhi Pollution Control Committee) દ્વારા પણ નોટિફિકેશન (Notification) બહાર પાડવામાં આવશે.
- ફટાકડાંના શોખીનોને આ વર્ષે પણ લાગશે ઝટકો
- દિલ્હીમાં આ વર્ષે પણ નહીં ફોડી શકાય ફટાકડા
- દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
- ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ
- આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે#Diwali #BanonCrackers #Onlinesaleofcrackersbanned…— Gujarat First (@GujaratFirst) September 9, 2024
લોકોને શ્વાસ લેવામાં પડે છે મુશ્કેલીઓ
નોંધનીય છે કે, દર વર્ષે દિવાળી (Diwali) ની આસપાસ દિલ્હીમાં પ્રદૂષણ (Pollution in Delhi) વધે છે અને લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ફટાકડા પર પ્રતિબંધ (Ban on Firecrackers) મુકવાથી પર્યાવરણ પ્રદુષિત થતું અટકશે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ ઓછી થશે. જો કે ફટાકડા પર પ્રતિબંધ (Ban on Firecrackers) મૂકવો એ સરકાર માટે મોટો પડકાર હશે. કારણ કે પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો ફટાકડા ફોડવાનું છોડતા નથી. બીજી તરફ ઘણા લોકો બ્લેકમાં આડેધડ ફટાકડા વેચે છે. દિવાળી પર પ્રદૂષણ એટલું વધી જાય છે કે શ્વાસ લેવામાં તકલીફ થવા ઉપરાંત આંખોમાં બળતરા પણ થાય છે.
આ પણ વાંચો: Haryana Politics : રાહુલ ગાંધીનું સપનું તૂટ્યું, કોંગ્રેસ અને AAP વચ્ચેનું ગઠબંધન મુશ્કેલીમાં?